’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…’ અમદાવાદની 9 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

  અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. DPS સહિત 9 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. આ ધમકી મેઈલ…

 

અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. DPS સહિત 9 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. આ ધમકી મેઈલ દ્વારા મોકલવામાં આવી છે. ધમકીભર્યા મેલમાં ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો’નો ઉલ્લેખ કરાયો છે. સાથે જ ’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’ની ધમકી મળી છે. પોલીસ દ્વારા હાલ તમામ સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

DPS સહિત 9 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્કૂલન સહીત અન્ય સ્કૂલોને પણ નિશાન બનાવીને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે.

બોમ્બથી ઉડાવવાની ધમકીને લઈને ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરી સ્કૂલો પર તપાસ માટે મોકલવામાં આવી છે. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળાએથી તેડવા માટેનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલએ પહોંચ્યા હતા. ધમકી મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સ્કૂલ પર પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *