26મીએ તિરંગો ફરકાવશો તો… અમદાવાદની 15 શાળાને ઉડાવી દેવાની ધમકી

37 દિવસમાં બીજીવાર ધમકીભર્યો મેલ મળ્યો, સ્કૂલમાંથી વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો ધમકીભર્યા મેલમાંં અગાઉની પેટર્ન પ્રમાણે 1.11 વાગ્યે સ્કૂલોને ઉડાવી દેવાની…

37 દિવસમાં બીજીવાર ધમકીભર્યો મેલ મળ્યો, સ્કૂલમાંથી વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો

ધમકીભર્યા મેલમાંં અગાઉની પેટર્ન પ્રમાણે 1.11 વાગ્યે સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી : વાલીઓ ચિંતિત

મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા હતા.

ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના નોકરી-ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતા. સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી હતી. પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ તો ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્કૂલો પર મોકલી દેવાઈ હતી.

બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઇ પણ વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. એક બાદ એક 15 સ્કૂલોમાં ધમકીભર્યો મેલ આવતા જ અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાહીબાગની આર્મી સ્કૂલથી લઈને સરખેજ સાણંદ રોડ સુધીની 15 સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો હતો.

ધમકીભર્યા મેલ મળતા જ તાબડતોડ પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડ દોડી આવી હતી. તેમને તમામ સ્કૂલોમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું હતું. તપાસના અંતે એક પણ સ્કૂલમાંથી વાંધાજનક વસ્તુ મળી નહોતી. ફોન આવતા જ વાલીઓએ ગભરાઈને સ્કૂલ તરફ દોટ મૂકી હતી. દરેક સ્કૂલના દરવાજા પાસે વાલીઓની ભીડ જોવા મળી હતી.

એક તરફ વાલીઓ પોતાના બાળકોને લેવા અને જોવા માટે તલપાપડ હતા, ત્યાં બોપલની DPS સ્કૂલે વાલીઓને સંમતિ પત્રક ભરાવ્યા હતા. DPS બોપલનો ગેટ બંધ હતો અને સંમતિ પત્રકના ફોર્મ વહેંચાઈ રહ્યા હતા. વાલીઓ ફફડાટમાં ફોર્મ ભરી પોતાના બાળકને લેવા માટે ચિંતામાં જોવા મળ્યા હતા. ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલને ધમકી મળતા જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. તેમજ આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષા પણ હતી. જે અડધો કલાક પહેલા પૂર્ણ કરી દેવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા DEO બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ડરવાની કોઈ જરૂૂર નથી. સત્રાંત પરીક્ષા પણ ચાલી રહી હતી જેથી વિદ્યાર્થીઓની સાવચેતી માટે પગલા લેવામાં આવ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી છે કે સાવચેતીના ભાગરૂૂપે સહયોગ આપે. વિદ્યાર્થીઓની સલામતીને લઈને પગલા ભરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. ધમકીભર્યો મેલ મળતા જ તાત્કાલિક સુરક્ષા માટે કલેક્ટર અને પોલીસને જાણ કરી દેવામાં આવે છે. શાળાઓ દ્વારા તરત પગલા ભરવામાં આવે છે.

આ સ્કૂલોને ધમકી મળી
કોલેરેક્ષ સ્કૂલ, ઘાટલોડિયા
DPS સ્કૂલ, બોપલ
સ્વયમ સ્કૂલ, વસ્ત્રાપુર
સંત કબીર સ્કૂલની3 બ્રાન્ચ
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, મીઠાખળી
જીનીવા લિબરલ સ્કૂલ, એસપી રીંગ રોડ
આર્મી સ્કૂલ, શાહીબાગ
જેડી હાઇસ્કૂલ, નરોડા
રેડ બ્રિકસ સ્કૂલ, સેટેલાઇટ
વિદ્યાનગર સ્કૂલ, ઉસ્માનપુરા
કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગ
એપલ ગ્લોબલ, સરખેજ સાણંદ રોડ
દિવાન બલ્લુભાઇ સ્કૂલ, પાલડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *