નાયબ મુખ્યમંત્રી સોમ-મંગળ નાગરિકોને મળી શકતા હોય તો PI-DySP કેમ નહીં?

  ગુજરાતમાં હાલ પોલીસ વિભાગ સતત ચર્ચામાં છે. કોઈ કેસને કારણે હોય કે પછી કોઈ પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઇ હોય તેના કારણે પણ…

 

ગુજરાતમાં હાલ પોલીસ વિભાગ સતત ચર્ચામાં છે. કોઈ કેસને કારણે હોય કે પછી કોઈ પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઇ હોય તેના કારણે પણ ચર્ચાઓ વધી રહી છે. તે વચ્ચે આજે અમદાવાદમાં ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર મકરબા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ખાખી ભવનનું 8.50 કરોડના ખર્ચે 2400 ચો.મીમાં નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી પોલીસ કર્મચારીઓને સલાહ આપી હતી , જેમા તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓએ નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ. પોલીસિંગ તેવી થવી જોઈએ કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ. પોલીસને સલાહ આપતા કહ્યું કે, ગુનેગારોની ચાલ બદલાઈ જવી જોઈએ તે કોઈ નવાઈ નથી. ગુનેગારોમાં ડર રહે તેવો વ્યવહાર પોલીસનો રહેશે તેવો મને વિશ્વાસ છે. ફરિયાદી જોડે પીઆઇ ગુનેગારોની રીતે વાત કરશે તો વડીલો તેમની આશા ગુમાવી દેશે.

વધુમાં તેમણે PI અને DySPને સલાહ આપતા કહ્યું કે, સોમવાર અને મંગળવાર નાયબ મુખ્યમંત્રીને લોકો મળી શકતા હોય તો PI અને DySPને કેમ નહીં, તેનો પણ સમય નક્કી થવો જોઈએ. પીઆઇ અને DySPપબ્લિકને સીધા મળી શકે તેવું કરવું જોઈએ. પીઆઈ અને ડીવાયએસપીને પોલીસ સ્ટેશનમાં નાગરિકો આવીને મળી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.મુખ્યમંત્રીને કોઈ વ્યક્તિ સીધા મળી શકે તો તમારે પણ એક દિવસ એવી વ્યવસ્થા કરવી જોઈએ. પ્રેસ નોટ અને બોર્ડ લગાવીને નાગરિકોનો વિશ્વાસ કેળવાય તે માટે અધિકારીઓએ લોકોને મળવું જોઈએ. જેથી લોકોનો વિશ્વાસ કેળવાય તેવું ખૂબ જરૂૂરી છે. પોલીસને લોકોને મળવું પડશે આ આયોજન તમે કરો તો ઠીક નહીંતો મારે પડવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *