‘પાકિસ્તાનન ફરીથી હુમલો કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે…’ : વિદેશ મંત્રાલય

    ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ દરમિયાન વિદેશ મંત્રાલયે આજે સાંજે 5.30 વાગ્યે સતત બીજા…

 

 

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ દરમિયાન વિદેશ મંત્રાલયે આજે સાંજે 5.30 વાગ્યે સતત બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. બુધવારની જેમ, વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પણ હતા.

https://x.com/PIB_India/status/1920452521090314694

ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન કર્નલ સોફિયાએ કહ્યું કે, ‘અમે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. અમે પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અમે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. 7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારતે પાકિસ્તાની સૈન્ય ઠેકાઓને નિશાન નથી બનાવ્યા. ભારતમાં સૈન્ય ઠેકાણાઓ પર કોઈ પણ હુમલો યોગ્ય જવાબને આમંત્રિત કરશે. 7-8 મે 2025ની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, બઠિન્ડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમી ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના પ્રયાસ કર્યા. તેમણે ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યૂએએસ ગ્રિડ અને વાયુરક્ષા પ્રણાલીઓ દ્વારા નિષ્પ્રભાવી કરી દેવાઈ. આ હુમલાઓના કાટમાળ હવે અનેક સ્થળોથી એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે.’

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ‘બોર્ડર પાર આપણા વિરૂદ્ધ ઘણી બધી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલાક વાતોને ધ્યાનમાં રાખવા લાયક છે, જેમ કે તણાવ વધારવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ કાલે તેનો જવાબ આપ્યો છે. ‘ધ રેજિસ્ટ્રેન્સ ફ્રન્ટ’ (TRF) સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ સંગઠન છે, જેણે પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. અમે આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને તમામ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. TRF અંગે અપડેટ સતત અપાઈ રહી છે.’ વિક્રમ મિસરીએ એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, ‘જ્યારે UNSCના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાતો આવી તો માત્ર પાકિસ્તાને તેનો વિરોધ કર્યો અને નામ હટાવ્યું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી સંગઠનને ઢાલ અને સમર્થન આપી રહ્યું છે.’

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ભારતની કાર્યવાહી માત્ર આતંકવાદના મૂળને ધ્વસ્ત કરવા સુધી સીમિત હતી, અમે નાગરિકો અને સૈન્ય ઠેકાણાઓ પર નહીં, પરંતુ માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા. પાકિસ્તાનના સૂચના મંત્રી દ્વારા એ કહેવું કે અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી, તે સંપૂર્ણ રીતે જૂઠ અને ભ્રામક છે. પાકિસ્તાન આજે પણ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. ઓસામા બિન લાદેન ત્યાં મળ્યો અને પાકિસ્તાને તેને શહીદ કહ્યો હતો. પાકિસ્તાનની સંયુક્ત તપાસની રજૂઆત ફરી એકવાર સમય ખેંચવાની અને ખુદને બચાવવાની રણનીતિ છે. ભારતે 26/11 અને પઠાણકોટ જેવા હુમલાઓની તપાસમાં સહયોગ કર્યો, પરંતુ પાકિસ્તાને મામલાને સાઈડમા મૂકી દીધો. મુંબઈ હુમલા પર વિસ્તૃત પુરાવા આપવા છતા કોઈ કઠોર કાર્યવાહી ન થઈ. પઠાણકોટ મામલે પાકિસ્તાનની ટીમને ડીએનએ વિશ્લેષણ, આતંકવાદી સંગઠનોના પદાધિકારીઓની માહિતી આપવામાં આવી, પરંતુ તેમ છતા કોઈ કાર્યવાહી નથી થઈ. ત્યાં સુધી કે જ્યાં આતંકવાદીઓના ‘જનાજા’ને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવે છે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનને આજે જવાબ આપવામાં આવ્યો છે. જો પાકિસ્તાન ફરીથી હુમલો કરશે તો તેને તેના પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાન દ્વારા આગળની કોઈપણ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવામાં આવશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *