કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ : અલ્પેશ ઠાકોરનો હુંકાર

આપણો સમાજ પટાવાળા-સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને : ગેનીબેન ઠાકોર ગાંધીનગરમાં મધરાત્રે 3 વાગ્યે યોજાયેલા ઠાકોર સમાજનાં મહાસંમેલનમાં જનમેદની ઉમટી ગાંધીનગરના આંગણે આયોજિત ક્ષત્રિય ઠાકોર…

આપણો સમાજ પટાવાળા-સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને : ગેનીબેન ઠાકોર

ગાંધીનગરમાં મધરાત્રે 3 વાગ્યે યોજાયેલા ઠાકોર સમાજનાં મહાસંમેલનમાં જનમેદની ઉમટી

ગાંધીનગરના આંગણે આયોજિત ક્ષત્રિય ઠાકોર સમાજનાં અભ્યુદય મહાસંમેલનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજ માટે રાજનીતિ છોડવાનું ભાવુક નિવેદન આપી સૌને ચોકાવી દીધા હતાં.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે રામકથા મેદાનમાં ‘અભ્યુદય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એક્તા અને શિક્ષણને લઈને જાગૃતતાને સમર્થન આપ્યુ હતું.
અલ્પેશ ઠાકોરે સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું કે, આજે સમાજની સાથે રાજકીય શ્રેષ્ઠીઓ એક મંચ પર આવ્યા છે. સરકારના વર્તમાન તેમજ પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો પણ એકસાથે હાજર થયા છે. રાત્રે 3 વાગ્યે સંમેલન બોલાવવામાં આવ્યું હોવાથી અનેક શંકા-કુશંકાઓ ઊભી થઈ હતી, પરંતુ હું વર્ષોથી આ સમાજ વચ્ચે ફરી રહ્યો છું અને રાજ્યના તમામ વિસ્તારોમાં ફર્યા પછી જોયું છે કે અલ્પેશ ઠાકોર રાતોરાત નથી દેખાયો. ગુજરાતમાં ઠાકોર સમાજનું સંગઠન સ્થાપના કરીને બનાસકાંઠાના ઠાકોરોથી લઈને અમદાવાદના અલ્પેશ સુધી સૌને ઓળખાવ્યા છે. સમાજને એક કરવા માટે 15 વર્ષથી સતત પ્રયાસ કર્યા છે.

સમાજમાં સૌથી મોટા નેતાઓ ઉચ્ચ હોદ્દાઓ પર નથી જોવા મળતા, પરંતુ આજે યુવાનોને જઙ અને કલેક્ટર બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. સમાજમાં વિચારને એકસાથે ઉઠાવવો પડે છે અને આગળ આવેલા સમાજો પાસેથી શીખવું પડશે. હક્ક અને અધિકાર માટે જાગવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે, હું રાજનીતિમાં કંઈ આપી શકું તેમ નહીં હોય તો રાજનીતિ છોડી દઈશ. આવનારા સમયમાં વધુ 8 ભવનોનું નિર્માણ કરીશું. 2036માં સમાજની દીકરી જઙ કે કલેક્ટર બનીને અહીં ભાષણ કરશે. દેશના ઇતિહાસમાં આ ત્રીજી રાત્રી સભા છે. હું વિવેકી છું પણ ડરપોક નથી. સાંસદ ગેનીબેન ઠાકોરે અભ્યુદય મહાસંમેલનમાં જણાવ્યું હતું કે, આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને, દીકરીઓએ 12મા ધોરણ પછી વિવાહ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ અને દરેક તાલુકામાં દીકરીઓ માટે ખાસ હોસ્ટેલ બનાવવા પડશે. આવનાર સમયમાં સમાજની મહિલાઓની રોજગારી અંગે પણ વિચારવું પડશે અને દીકરીઓને કોઈપણ મોરચે લડવા તૈયાર કરવા પડશે.

આ સંમેલનમાં હાજર ધવલસિંહ ઝાલા, કેશાજી ઠાકોર, બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, શોભનાબેન બારૈયા અને કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી સહિતના તમામ લોકોએ મહાસંમેલનનો હેતુ સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા અને રોજગાર ક્ષેત્રે બાળકો આગળ આવે એની ચિંતાને લઈને ભેગા થયા હોવાનો જણાવ્યો હતો. સંમેલનમાં અલ્પેશ ઠાકોર, વિક્રમ ઠાકોર, કિર્તીદાન ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. લોકોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને અભિવાદન કર્યું હતું આજે સવારે સરસ્વતી ધામ (શિક્ષણનું શાશ્વત મંદિર)નું અડાલજમાં ભૂમિપૂજન પણ કરવામાં આવશે. ઠાકોર સમાજના લોકોએ જણાવ્યું કે, આખો સમાજ વ્યસનમુક્ત બને, શિક્ષિત થાય અને એકજૂટ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના છે. આ મહાસંમેલને ઠાકોર સમાજમાં જાગૃતિ અને એકતાનો નવો સંદેશ આપ્યો છે.

અડધી રાત્રે શું કામ
આ સંમેલનમાં બળદેવજી ઠાકોરે લોકોને આહવાન કરતા જણાવ્યું હતું કે, આજે ત્રીજી વખત અડધી રાતે લોકો ભેગા થયાનો બનાવ છે. દેશ આઝાદ થયો ત્યારે 6 વાગ્યે દેશ જાગ્યો હતો, બીજી વખત જયપ્રકાશ નારાયણજીએ બિહારમાં 6 વાગ્યે મીટિંગ બોલાવી હતી અને આજે ત્રીજી વખત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અડધી રાતે ગાંધીનગરમાં લાખો લોકો એકત્રિત થયા છે. આમાંથી આપણે કંઈક શીખવાનું છે અને જાગૃત બનવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *