દિલ્હીમાં ‘આપ’નો પરાજય થાય તો કેજરીવાલ માટે ફરી બેઠું થવું કપરું હશે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની…

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની રમત ચાલે છે તેના કારણે ચૂંટણીનો ટેમ્પો જળવાય છે. આ વખતે પણ બુધવારે મતદાન પત્યું એ સાથે જ એક્ઝિટ પોલનો મારો શરૂૂ થઈ ગયેલો અને એક્ઝિટ પોલના વરતારા પ્રમાણે, ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થશે.

દિલ્હી 1993માં રાજ્ય બન્યું પછી પહેલી ચૂંટણીમા જીતીને સરકાર ભાજપે બનાવેલી પણ પછી ભાજપનાં એવાં વળતાં પાણી થયાં કે, છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં નથી આવતો. 1998થી સળંગ 15 વર્ષ માટે કોંગ્રેસનાં શીલા દીક્ષિત મુખ્યમંત્રીપદે રહ્યાં ને પછી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ એટલે 2013થી આમ આદમી પાર્ટી સત્તામાં છે. તેમાં પણ 2015થી તો સળંગ 10 વર્ષથી આમ આદમી પાર્ટીનું જ શાસન છે.

એક્ઝિટ પોલનો વરતારો છે કે આ વખતે કેજરીવાલની પાર્ટી હારશે ને ભાજપ ફરી સત્તામાં આવશે. મતદાન પત્યા પછી 10 એક્ઝિટ પોલ આવ્યા તેમાંથી 8 એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળશે એવી આગાહી કરાઈ છે જ્યારે 2 એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી આપની સરકાર બનશે એવો દાવો કરાયો છે.

એક્ઝિટ પોલનો ઈતિહાસ ભાજપ માટે બહુ ઉત્સાહપ્રેરક નથી એ સાચું પણ ભૂતકાળના એક્ઝિટ પોલ અને આ વખતના એક્ઝિટ પોલમાં એક ફરક પણ છે. ભૂતકાળમાં માત્ર 2013માં જ આમ આદમી પાર્ટીને વધારે બેઠકો મળશે એવી આગાહી કરવામાં એક્ઝિટ પોલ થાપ ખાઈ ગયેલા જ્યારે પછીની બે ચૂંટણીના એક્ઝિટ પોલમાં તો ભાજપ હારશે ને આમ આદમી પાર્ટી જીતશે એવી આગાહી કરાયેલી જ. એક્ઝિટ પોલ આપ અને ભાજપને મળનારી બેઠકોના આંકડામાં ખોટા પડેલા.

આ વખતના મોટા ભાગના એક્ઝિટ પોલમાં તો આમ આદમી પાર્ટીની હારની જ વાત છે. આમ આદમી પાર્ટી જો સત્તા ગુમાવે તો તેના ભવિષ્ય પર પણ પ્રશ્ર્નાર્થ મુકાઈ જશે ભ્રષઅટાચાર સામેના આંદોલનના ચહેરા તરીકે ઉભરી આવેલા કેજરીવાલ માટે પક્ષને બેઠો કરવાનુ ખુબ કપરુ હશે, કેમ કે લોકજુવાળ એકાદવાર ઉભો થાય છે, વારંવાર નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *