T-20 મુંબઇ લીગ 2025 માટે આઇકન પ્લેયર્સ જાહેર

બુધવારે મેગા ઓક્શન, 26મીથી પ્રારંભ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (ખઈઅ)એ T20 મુંબઈ લીગ 2025ની તમામ આઠ ટીમ માટે આઇકન પ્લેયર્સની સત્તાવાર જાહેરાત કરી છે. 26 મેથી…

બુધવારે મેગા ઓક્શન, 26મીથી પ્રારંભ

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (ખઈઅ)એ T20 મુંબઈ લીગ 2025ની તમામ આઠ ટીમ માટે આઇકન પ્લેયર્સની સત્તાવાર જાહેરાત કરી છે. 26 મેથી 08 જૂન દરમ્યાન વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત આ ટુર્નામેન્ટની ત્રીજી સીઝન માટે દરેક ટીમે 20-20 લાખ રૂૂપિયાની નિશ્ચિત કિંમતે એક આઇકન પ્લેયર સાથે કરાર કર્યો છે જે તેમની ટીમનો આધાર બનશે. મેગા ઑક્શનની તારીખ સાત મે નક્કી કરવામાં આવી છે.

ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રાયમ્ફ નાઇટ્સ મુંબઈ નોર્થ ઈસ્ટ, શ્રેયસ ઐયરને SoBo મુંબઈ ફાલ્ક્ધસ ટીમ, અજિંક્ય રહાણેને નમો બાંદરા બ્લાસ્ટર્સ, શિવમ દુબેને ARCS અંધેરી ટીમ, સરફરાઝ ખાનને આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ્સ ટીમ, તુષાર દેશપાંડેને મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સ, શાર્દૂલ ઠાકુરને ઈગલ્સ થાણે સ્ટ્રાઇકર્સ અને પૃથ્વી શોને નોર્થ મુંબઈ પેન્થર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *