3 દેશોમાં રમાશે ICC વર્લ્ડ કપ, 4 ઓક્ટોબરથી પ્રારંભ

આવતા વર્ષે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર વર્લ્ડ કપને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027…

આવતા વર્ષે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર વર્લ્ડ કપને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 કામચલાઉ રીતે 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન આ 3 દેશોમાં રમાશે. આ તારીખો પર મે મહિનામાં અમદાવાદમાં મળેલી ICC બોર્ડની બેઠકમાં સહમતિ સધાઈ હતી અને જુલાઈમાં એડિનબર્ગમાં યોજાનારી ઈંઈઈની વાર્ષિક સામાન્ય સભામાં આની અંતિમ પુષ્ટિ થવાની આશા છે.

રિપોર્ટ અનુસાર, મોટાભાગની મેચો દક્ષિણ આફ્રિકામાં રમાવાની શક્યતા છે, જ્યાં 8 સ્ટેડિયમ પર 54માંથી ઓછામાં ઓછી 41 મેચો રમાશે. ઝિમ્બાબ્વેના 3 સ્ટેડિયમમાં 8થી 10 મેચ રમાવાની આશા છે, જેમાં વિક્ટોરિયા ફોલ્સ, હરારે સ્પોર્ટ્સ ક્લબ અને બુલાવાયોનું ક્વીન્સ સામેલ છે.

સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ઉપરાંત નામિબિયામાં પણ વર્લ્ડ કપ 2027ની 3 મેચો રમાશે. 2027નો વનડે વર્લ્ડ કપ 2003 પછી આફ્રિકામાં યોજાનારી પુરુષોની પ્રથમ ટૂર્નામેન્ટ હશે. જો કે, દક્ષિણ આફ્રિકાએ 2007 ટી-20 વર્લ્ડ કપ, 2009 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2023 મહિલા ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી છે. ઝિમ્બાબ્વે અને નામિબિયાએ હાલમાં જ અંડર-19 પુરુષ વર્લ્ડ કપની સંયુક્ત યજમાની કરી હતી.

ESPN Cricinfoના રિપોર્ટ અનુસાર, 2027 ICC મેન્સ ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ 21 નવેમ્બરે રમાશે. જો કે, આની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે. ફાઇનલ મેચ સાઉથ આફ્રિકામાં આવેલા જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

ટીમોની સંખ્યા: અગાઉની બે ટૂર્નામેન્ટમાં 10 ટીમો હતી, પરંતુ હવે આ ટૂર્નામેન્ટ ફરીથી 14 ટીમોવાળા ફોર્મેટમાં રમાશે. ટીમોને 7-7ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપની ટોપની ત્રણ ટીમો સુપર સિક્સ સ્ટેજમાં પ્રવેશ કરશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ફૂલ મેમ્બર (પૂર્ણ સભ્ય) હોવાને કારણે સીધા જ ક્વોલિફાય થઈ જશે, જ્યારે નામિબિયાએ ક્વોલિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. દક્ષિણ આફ્રિકાની યજમાનીમાં છેલ્લે વનડે વર્લ્ડ કપ 2003 માં રમાયો હતો. જો કે આ પછી આફ્રિકાની યજમાનીમાં 2007 નો ટી-20 વર્લ્ડ કપ, 2009 ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2023 નો મહિલા ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો.

2023 નો વનડે વિશ્વ કપ ભારતની યજમાનીમાં રમાયો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલમાં કાંગારુ ટીમે યજમાન ઇન્ડિયાને 6 વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરતા 240 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. રન ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241/4 રન બનાવીને જીત મેળવી લીધી હતી. જો ભારતની વાત કરીએ તો બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલીની પસંદગી પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *