ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની યજમાની, 5 જુલાઇ સુધી ચાલશે
ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર ક્રિકેટના મેદાન પર સામસામે હશે. આ મેચને આડે હવે ઘણો ઓછો સમય બાકી રહ્યો છે. આ મેચ આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં રમાનાર છે. જે શરૂૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. ટીમોની તૈયારી મોટા ભાગે પૂર્ણ થઈ ચૂકી છે.
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 જૂનના રોજ મેચ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટ ઇંગ્લેન્ડમાં રમાઈ રહી છે. પહેલા દિવસે યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાના સફરની શરૂૂઆત 14 જૂને કરશે. જ્યારે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમવા ઉતરશે. આ દિવસે રવિવાર પણ છે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાત વાગ્યાથી શરૂૂ થશે. 12 જૂનથી શરૂૂ થનાર ટુર્નામેન્ટ 5 જુલાઈ સુધી ચાલશે.
ભારતીય ટીમને જે ગ્રુપમાં રાખવામાં આવી છે, તેમાં પાકિસ્તાન સિવાય નેધરલેન્ડ્સ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાની ટીમ પણ સામેલ છે. ભારત અને પાકિસ્તાનની મેચ તો સરળ હશે, પરંતુ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે ઘણી મુશ્કેલ ટક્કર જોવા મળી શકે છે. પાકિસ્તાનની મહિલા ટીમ અત્યાર સુધીમાં કોઈપણ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમને હરાવી શકી નથી. જે એક રેકોર્ડ છે, જેને આગળ પણ ટીમ ઇન્ડિયા જાળવી રાખવા માગશે.
