રાજકોટની મેચમાં અણનમ 112 ફટકાર્યા હતા
ક્રિકેટ અને બોલીવુડનો સંબંધ ઘણો જૂનો છે. સમય સમય પર આ બંને ક્ષેત્રના દિગ્ગજોના નામ સમાચારમાં રહે છે. હાલમાં ચર્ચામાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ અને તેમના સસરા સુનીલ શેટ્ટીનો છે.રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી વનડેમાં રાહુલે અણનમ સદી ફટકારી હતી. સુનિલ શેટ્ટીએ પોતાના જમાઈની ઇનિંગ અંગે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે.
સુનીલ શેટ્ટીને સિનેમાના અન્ના તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટીએ 2023માં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. સુનીલ અને તેનો પરિવાર સમયાંતરે કેએલને ટેકો આપતા જોવા મળ્યા છે. હવે જ્યારે કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં સદી ફટકારી છે ત્યારે તેના સાસરિયાઓ ચોક્કસ પ્રતિક્રિયા આપશે. આની શરૂૂઆત સુનીલ શેટ્ટીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી થઈ હતી. સુનીલ શેટ્ટીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેએલ રાહુલના સદીના શોટનો વીડિયો સામેલ કર્યો અને કેપ્શનમાં લખ્યું- અલગ પોઝીશન, એ જ શાંત અભિગમ, એ જ કેરેક્ટર. અલબત્ત, સ્કોરબોર્ડ સદી યાદ રાખશે. પણ મને તેની પાછળની શાંતિ હંમેશા યાદ રહેશે. તારા પર ગર્વ છે દીકરા. સુનીલ શેટ્ટીએ પોતાના જમાઈની ઉત્તમ રમતની આ રીતે પ્રશંસા કરી.
