જામનગર માં ચઢત ભરણ પોષણ કેસ માં અદાલતે આરોપી પતિ ને 60 દિવસ ની સજા અને સજા દરમ્યાન જેલ માં કામગીરી કરી ને તેમાં થી મળનાર પૈસા માંથી ભરણ પોષણ ચૂકવવા નો હુકમ કર્યો છે.
જામનગર ના કિશોર બાબુભાઈ મકવાણા એ તેની પત્ની વર્ષાબેન સામજીભાઈ પંચાસરા તથા પુત્ર કેવલ (રહે. બંને જાંબુડા ) ને પહેરેલ કપડે, દુ:ખ-ત્રાસ આપી ત્યાગ કરવા મજબુર કરતાં જીવન ગુજરાન ચલાવવા ભરણ-પોષણ મેળવવા જામનગરના મે.ફ.ક.જ્યુડી.મેજી. કોર્ટ માંથી હુકમ મેળવેલ. તે હુકમ નું પાલન સામાવાળા કરતાં ન હોવા થી પ્રીન્સીપાલ જજ ફેમીલી કોર્ટ સમક્ષ ચડત થયેલ ભરણ-પોષણની રકમની વસુલાત કરવાની અરજી કરવામા આવી હતી.
જેમા કોર્ટે બંને પક્ષકારો તરફે રજૂઆત સાંભળી સામાવાળા કિશોર ને 60 દિવસ ની સખત કેદ ની સજા ફરમાવેલ અને જેલવાસ દરમ્યાન કામગીરી કરતાં જે રકમ થાય તે રકમ દરેક માસ ના અંતે કોર્ટ માં જમા કરાવવા જેલ સુપ્રિટેન્ડન્ટ.ને આદેશ કર્યો હતો. અને આમ વસૂલ થયેલ રકમ અરજદારો ને ચૂકવી આપવા નો પ્રીન્સી. જજ ફેમીલી કોર્ટે હુકમ કરેલ છે.
આ કેસ અરજદાર તરફે ધારાશાસ્ત્રી જયેશ ડી. કારસારીયા તથા વકીલ જયદેવ એસ. કનખરા તથા પ્રવીણ પી. માતંગ અને ટ્રેઈની ભાવિશા માડમ રોકાયા છે.
