ગીરગઢડાના ધોકડવા ગામે તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ પર અરજી મામલે હુમલો

ગીરગઢડા તાલુકા પંચાયત નાં મહિલા ઉપ પ્રમુખ નાં પતિ અને પૂર્વ તલાટી મંત્રી ભીખાભાઇ કાળાભાઈ કિડેચા પોતાનાં સાળા ની વાડી પર જતાં હતાં ત્યારે અચાનક…

ગીરગઢડા તાલુકા પંચાયત નાં મહિલા ઉપ પ્રમુખ નાં પતિ અને પૂર્વ તલાટી મંત્રી ભીખાભાઇ કાળાભાઈ કિડેચા પોતાનાં સાળા ની વાડી પર જતાં હતાં ત્યારે અચાનક અરવિંદ ભુરાભાઈ બલદાણીયા એ રોકાવી ને તું એભલભાઈ બાંભણીયા સામે અરજી કેમ અન્ય લોકો મારફતે કરાવે છે તેવું કહી હુમલો કરી મુઢમાર મારી ધમકી આપ્યાની ફરીયાદ ગીરગઢડા પોલીસ માં નોંધાતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે.


આ બાબતે પોલીસ માં નોંધાયેલ ફરીયાદ માં નિવૃત્ત તલાટી મંત્રી ભીખાભાઇ કાળાભાઈ કિડેચા એ જણાવ્યું હતું કે 13 ડીસેમ્બર નાં સવારે નવ વાગે પોતે પોતાના ઘરે થી તેમનાં સાળા ગ્રામપંચાયત નાં ઉપ સરપંચ કાંતીભાઇ રાજાભાઈ માળવી નાં ખેતરે જતાં હતાં રસ્તા માં અરવિંદભાઈ બલદાણીયા એ રોકાવી ધોકડવા ગામ નાં કરશનભાઈ મેપાભાઈ ચૌહાણ અને મહેશ ગુર્જર એ તાલુકા પંચાયત નાં પૂર્વ કારોબારી ચેરમેન એભલભાઈ બાંભણીયા વિરુદ્ધ ગેરકાયદેસર ખનિજ અને પંચાયત નાં ગટર તથાં રોડ પરવાનગી વગર તોડી નાખતા તે બાબતે અરજી કરતાં તેનું મનદુ:ખ રાખી ભુંડી ગાળો ધમકી આપી મારમાર્યો હોવાં અંગે પોલીસ માં અરવિંદભાઈ બલદાણીયા સામે ફરીયાદ નોંધાવતા આ બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે. નિવૃત્ત તલાટી મંત્રી ભાજપ નાં કાર્યકર અને પોતાની પત્ની તાલુકા પંચાયત ગીરગઢડા નાં ઊપ પ્રમુખ હોય તેની ઊપર હુમલો થતાં સમગ્ર ગીરગઢડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *