ડીસા પાલિકાના ભાજપ નગરસેવકના પતિનું અપહરણ, 50 લાખની માગણી

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીસા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પરેશ કાનુડાવાળાનું ભરબપોરે જીઆઈડીસી વિસ્તારમાંથી ચાર અજાણ્યા શખ્સો…

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીસા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પરેશ કાનુડાવાળાનું ભરબપોરે જીઆઈડીસી વિસ્તારમાંથી ચાર અજાણ્યા શખ્સો દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો અનુસાર, અપહરણકર્તાઓએ પરેશભાઈને મુક્ત કરવા માટે રૂૂપિયા 50 લાખની મોટી રકમની માંગણી કરી હતી. જોકે, બનાવ અંગે પોલીસ તંત્ર સતર્ક થતાં અને તપાસનો ધમધમાટ શરૂૂ થતાં અપહરણકર્તાઓ ગભરાઈ ગયા હતા. એન મોડી રાત્રે અપહરણકર્તાઓ પરેશભાઈને અમદાવાદ નજીક અડાલજ પાસે રસ્તા પર ઉતારીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.

પીડિત પરેશ કાનુડાવાળાએ પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ, અપહરણ કરનારા શખ્સો નકલી પત્રકાર બનીને આવ્યા હતા અને પોતાની ઓળખ છુપાવીને આ ગુનાહિત કૃત્ય આચર્યું હતું. આ મામલે ડીસા તાલુકા પોલીસે વિધિવત રીતે અપહરણનો ગુનો નોંધીને ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *