પત્ની સાથે ચાલુ વીડિયો કોલમાં જ ગળાફાંસો ખાઇ પતિનો આપઘાત

લાલપુરની કાનાલુસ લેબર કોલોનીમાં ચકચારી ઘટના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલૂસ ગામમાં આવેલી એક લેબર કોલોનીમાં ગઈકાલે બપોરે વિચિત્ર બનાવ બન્યો હતો. એક પરપ્રાંતિય શ્રમિક…

લાલપુરની કાનાલુસ લેબર કોલોનીમાં ચકચારી ઘટના

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલૂસ ગામમાં આવેલી એક લેબર કોલોનીમાં ગઈકાલે બપોરે વિચિત્ર બનાવ બન્યો હતો. એક પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના ગ્રહ કંકાસના કારણે ગળાફાંસો ખાઈ લીધો છે. વતનમાં રહેલી પોતાની પત્નીને વિડીયો કોલ કરીને ચાલૂ વિડીયો કોલમાંજ પંખાના હુકમાં લટકી જઇ ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી ભારે અરેરાટી પ્રસરી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના ચંપારણનો વતની, અને હાલ લાલપુર તાલુકાના કાનાલૂસ ગામની સિમ વિસ્તારમાં લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતો મુન્ટુરાય ધેનુખરાય નામનો 35 વર્ષનો પર પ્રાંતિય શ્રમિક યુવાન, કે જેણે ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમા લટકી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે બિહારના વતની અને તેની સાથે મજૂરી કામ કરતા અજયકુમાર હરેન્દ્રભાઇ કુશવાહા એ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના એ એસ આઇ વી.સી. જાડેજા બનાવન સ્થળે દોડી ગયા હતા, અને શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની હાલ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન, કે જેને પોતાની વતનમાં રહેલી પત્ની સાવિત્રી દેવી સાથે ગ્રહ કંકાસ ચાલી રહ્યો હતો. હાલ પોતે અહીં એકલો રહેતો હતો, અને વતનમાં રહેલી પોતાની પત્ની સાવિત્રી દેવીને ગઈકાલે બપોરે 1.30 વાગ્યાના અરસામાં વિડીઓમેસેજ કર્યો હતો, અને વિડીયો કોલ ચાલુ હતો તે ચાલુ વિડીયો કોલમાં બંને વચ્ચે બોલાચાલિ થયા બાદ પોતાની પત્નીની નજર સમક્ષ જ ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી પત્ની દ્વારા જામનગરમાં રહેતા અન્ય કુટુંબીઓ વગેરેને જાણ કરતાં તેઓ તુરતજ શ્રમિક યુવાનની ઓરડીમાં દોડી ગયા હતા, અને કોઈ પણ રીતે દરવાજો ખોલાવી એમ્બ્યુલન્સ વગેરેની મદદ લિધી હતી, પરંતુ તે પહેલા શ્રમિક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવને લઈને ભારે કરુણતા સર્જાઇ છે. મૃતકને તેના વતનમાં લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *