પત્નીએ ફ્રીઝ લેવાની જીદ પકડતા પતિનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા નીતિન ઉર્ફે કલ્પેશભાઈ કેશુભાઈ ધોળકિયા નામના 28 વર્ષના યુવાને માંડા ડુંગર પાસે આવેલી ખાણમાં ઝેરી દવા પી…

રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા નીતિન ઉર્ફે કલ્પેશભાઈ કેશુભાઈ ધોળકિયા નામના 28 વર્ષના યુવાને માંડા ડુંગર પાસે આવેલી ખાણમાં ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ ઘટનામાં આજીડેમ પોલીસે મૃતકના પત્ની અને પરિવારનું નિવેદન લેવા તજવીજ શરૂૂ કરી છે.

આ ઘટનામાં પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,નીતિન માંડા ડુંગર પાસે પાનની દુકાન ચલાવે છે અને તેમના લગ્નને એક વર્ષ થયું છે.તેમજ મૃતક બે ભાઈ એક બહેનમાં નાનો હતો.પોતે પિતાથી અલગ રહેવા જતો રહ્યો હતો અને પત્ની સાથે ફ્રીઝ લેવા બાબતે પત્ની સાથે માથાકૂટ થતા તેમને લાગી આવતા ઝેરી દવા પી લેતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય બનાવમાં પારડી ગામે રહેતા માનસીબેન મિતુલભાઈ રાઠોડ(ઉ.23)નામના પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી બીમારીની વધુ પડતી ટીકડી ખાઈ લેતા તેમને સારવારમાં ખસેડવા આવ્યા હતા.માનસીબેનને સંતાનમાં એક દીકરી છે.લગ્નને છ વર્ષ થયાં છે.પતિ સીએનસી મશીનમાં નોકરી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *