લગ્નપ્રસંગમાં જતી વખતે પત્નીએ તૈયાર થવામાં મોડુ કરતા પતિનો ઝેરી દવા પી આપઘાત

જસદણના ગોખલાણા ગામે લગ્નપ્રસંગે જતી વખતેપત્નીએ તૈયાર થવામાં મોડુ કરતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીસાથે રકઝક થતાં પતિએ ઝેરી દવા પી જીવન ટુંસકાવી લેતા…

જસદણના ગોખલાણા ગામે લગ્નપ્રસંગે જતી વખતેપત્નીએ તૈયાર થવામાં મોડુ કરતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીસાથે રકઝક થતાં પતિએ ઝેરી દવા પી જીવન ટુંસકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ગોખલાણા ગામે રહેતા ધર્મેશ વિનુભાઈ પાચલા નામનો 32 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં જસણદ જૂના બસ સ્ટેશન પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતાં. લગ્ન પ્રસંગમાં જવા સમયે પત્ની હિરલબેને તૈયાર થવામાં મોડુ કરતા દંપતિ વચ્ચે ઝઘડો થતાં ધર્મેશ પાંચલાને લાગી આવતા ઝેર પી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *