પત્નીએ બાઇક લેવાની ના પાડતા પતિનો આપઘાત

ટંકારાના જબલપુર ગામે પૈસાની તંગી હોય પત્નીએ મોટર સાયકલ લેવાની ના પાડતા પતિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.…

ટંકારાના જબલપુર ગામે પૈસાની તંગી હોય પત્નીએ મોટર સાયકલ લેવાની ના પાડતા પતિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ જબલપુર ગામની સીમ વિઝન બીલટેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના બદીયાભાઇ હુરજીભાઇ ભુરીયાને બાઈક લેવું હોય પરંતુ તેમની પાસે રૂૂપિયા ન હોય અને પુત્રના લગ્ન પણ કરાવવા હોય જેથી પત્નીએ બાઈક લેવાની ના પાડતા પતિને મનોમન લાગી આવ્યું હતું. તેથી તેમણે રાત્રિના ત્રણ વાગ્યે ઘરેથી બાથરૂૂમ કરવા જવાનું કહી લેબર ક્વાટરની પાછળ આવેલ નગરપાલીકાના કચરા નાખવાના સેડમાં લોખંડની એંગલમાં બાંધેલ સાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

શ્રમિકનો આપઘાત
મોરબીના નવા સાદુળકા ગામે વાડીમાં કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવા સાદુળકા ગામે હરીપર કેરાળા માર્ગ શિવલાલ મગનભાઇની વાડીમા આવેલ ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના પતલીયા ગમલા રાઠ્વા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઓરડીમાં ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *