7 વર્ષથી રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે 10 લાખ માંગતા પતિનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં નાનામવા રોડ પર આવેલા દેવનગરમાં રહેતા યુવકની પત્ની છેલ્લા 7 વર્ષથી રિસામણે બેઠે છે રિસામણે બેઠેલી પત્નીએ છુટાછેડા માટે 10 લાખની માંગણી કરતાં યુવાને…

શહેરમાં નાનામવા રોડ પર આવેલા દેવનગરમાં રહેતા યુવકની પત્ની છેલ્લા 7 વર્ષથી રિસામણે બેઠે છે રિસામણે બેઠેલી પત્નીએ છુટાછેડા માટે 10 લાખની માંગણી કરતાં યુવાને રેસકોર્સ ગાર્ડન પાસે ફુટપાથ ઉપર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, નાનામવા રોડ પર દેવનગરમાં રહેતો પિયુષ વિરજીભાઈ અલગોતર નામનો 34 વર્ષનો યુવાન બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં રેસકોર્સ ગાર્ડન પાસે ફુટપાથ ઉપર હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી.

યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પિયુષ અલગોતરના આઠ વર્ષ પૂર્વે ગૌરીબેન સાથે લગ્ન થયા છે અને ગૌરીબેન છેલ્લા 7 વર્ષથી માવતરે રિસામણે બેઠી છે. રિસામણે બેઠેલી પત્નીને છુટાછેડા માટે 10 લાખની માંગણી કરતાં પતિ પિયુષ અલગોતરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જુદા જુદા ચાર સ્થળે બે મહિલા અને બે યુવાને પોતપોતાના ઘરે ફિનાઈલ પી લીધી હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજમોતી મીલ નજીક રહેતી જાગૃતિબેન આશીષભાઈ અબ્બાસી (ઉ.35), રેલનગરમાં આસ્થા ચોક પાસે રહેતી મનીષાબેન ઉમેશભાઈ ચારણ (ઉ.35), રૈયાધારમાં રહેતાં અશ્વિન હમીરભાઈ જાદવ (ઉ.20) અને ઢેબર કોલોનીમાં રહેતાં પ્રકાશ શંકરભાઈ ખાડે (ઉ.35)એ ફિનાઈલ પી લેતાં સારવાર માટે ખસેડાયા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *