જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ: સીસીટીવી કેમેરાના ફુટેજ વાયરલ
બાબરા શહેરમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આશરે 26 વર્ષીય નામના યુવકે ગૌશાળામાં ઘૂસી લાકડીઓ અને દોરી વડે ગાયો પર મારઝૂડ કરી હતી. બીમાર અને અબોલ પશુઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવતા સમગ્ર ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે.
આ સમગ્ર ઘટના ગૌશાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડિયો સામે આવ્યા બાદ શહેરમાં આ બનાવની ભારે ચર્ચા શરૂૂ થઈ છે. બાબરાની હરીઓમ ગૌશાળા છેલ્લા આશરે 16 વર્ષથી સ્થાનિક યુવા ગ્રુપ દ્વારા સંચાલિત છે, જ્યાં બીમાર અને વૃદ્ધ ગાયોની સેવા કરવામાં આવે છે. સાથે આ યુવા ગ્રુપ દ્વારા બીમાર અને અપંગ ગાયોની જરૂૂરી સારવાર પણ કરવામાં આવે છે. અહીં દરેક ગાય બીમાર, વૃદ્ધ અથવાતો વિકલાંગ છે. ગૌશાળાના સંચાલનમાં ગજેન્દ્રભાઈ શીખવા અને મૌલિક તેરૈયા સહિત યુવાનો સક્રિય રીતે સેવા આપી રહ્યા છે.
રામનવમીની મધ્ય રાત્રિએ બનેલી આ ઘટના યુવા ગ્રુપની સતર્કતાને કારણે બહાર આવી છે. બીજા દિવસે સીસીટીવી ચેક કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ શખ્સની હરકતો કેમેરામાં કેદ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. કાલે ફરિયાદ કરાશે અંગે ગૌશાળાના સંચાલક ગજેન્દ્રભાઈ શેખવાએ જણાવ્યું હતું કે રામ નવમીની રાત્રે આ ઘટના બની હતી. જે સીસીટીવી માં કેદ થઈ છે. આવતીકાલે આ અંગે પોલીસમાં ફરિયાદ આપવામાં આવશે.
