રાજકોટની ભાગોળે IOC પ્લાન્ટ પાછળથી માનવ કંકાલ મળ્યું, આપઘાત કે કુદરતી મોત ?

કંકાલ પુરૂષનું હોવાનું ખુલ્યું, એફએસએલની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રાજકોટ શહેરની ભાગોળે ગૌરીદડ પાસે આવેલા આઈઓસી પ્લાન્ટ પાછળથી એક માનવ કંકાલ મળી આવતાં…

કંકાલ પુરૂષનું હોવાનું ખુલ્યું, એફએસએલની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી

રાજકોટ શહેરની ભાગોળે ગૌરીદડ પાસે આવેલા આઈઓસી પ્લાન્ટ પાછળથી એક માનવ કંકાલ મળી આવતાં પોલીસ સ્ટાફ એફએસએલ અને ક્રાઈમ બ્રાંચ તેમજ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. માનવ કંકાલ મળી આવવાના સમાચાર મળતાં આજુબાજુનાં લોકો પણ બનાવ સ્થળે પહોંચી જતાં લોકોના ટોળા ઉમટી પડયા હતાં. હાલ પોલીસે મામલતદારને સાથે રાખી માનવ કંકાલને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું છે.

વધુ વિગત મુજબ, આજે બપોરના સમયે ગૌરદડ આઈઓસીના પ્લાન્ટ પાછળ એક માનવ કંકાલ પડયું હોવાનો કોલ આવતાં કુવાડવા પોલીસના પીઆઈ બી.પી.રઝીયા અને સ્ટાફ અને ક્રાઈમ બ્રાંચ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. તેમજ આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ઉમટી પડયા હતાં અને એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી. એફએસએલની ટીમ દ્વારા કરેલી પ્રાથમિક તપાસમાં આ કંકાલ પુરૂષનું હોવાનું જાણવા મળ્યું હતું હાલ આ કંકાલને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું છે અને આ ઘટના આપઘાતની છે કે કુદરતી મોત ? તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા રાજકોટમાંથી ગુમ થયેલા વ્યક્તિઓની યાદીઓ પણ તપાસમાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *