જામનગરમાં જર્જરીત પોલ ઉપરનું લોખંડનું ગર્ડર લટકી પડતાં ભારે દોડધામ

જામનગરમાં કાલાવડનાકા બહાર નો પૂલ અતિ જર્જરીત બની ગયો હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત તેના ઉપર…

જામનગરમાં કાલાવડનાકા બહાર નો પૂલ અતિ જર્જરીત બની ગયો હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત તેના ઉપર ભારે વાહનો પસાર થઈ ન શકે, તે માટે લોખંડના ગર્ડર ની આડશ મુકવામાં આવી છે.

તેમ છતાં સોમવારે બપોરે બે વાગ્યે કોઈ આઈશર મીની ટ્રકનો ચાલક ત્યાંથી પસાર થતાં ઉપરના ભાગે લોખંડ નું ગર્ડર આઈશર ની બોડી સાથે ટકરાઈ ગયું હતું, અને એક તરફથી ઉખડીને લટકી રહ્યું હતું.

આ જોખમી અવસ્થા અંગેનું ધ્યાન પડતાં જામનગરના વોર્ડ નંબર 12 ના વિરોધ પક્ષ ના કોર્પોરેટર જેનબબેન ખફી સહિતના સ્થાનિક અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મહાનગરપાલિકાના તંત્રને જાણ કરી હતી. જો કે ત્રણેક કલાક સુધી કોઈ તંત્ર પહોંચ્યું ન હોવાથી કોર્પોરેટર દ્વારા આ સંબંધેના ફોટો વિડીયો વગેરે સોસીયલ મીડિયામાં અપલોડ કર્યો હતો, અને સર્વેને જાણ કરી હતી. ત્યારબાદ 5.00 વાગ્યા આસપાસ મહાનગરપાલિકાનું તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું, અને ક્રેઈન વગેરેની મદદથી લોખંડના ગર્ડરને ફરીથી યથાસ્થાને મુક્યું હતું, અને તેમાં નવા નટ બોલ્ટ ફિટ કરીને ફરીથી ફાઉન્ડેશન કરી દેવાયું હતું, જેથી સર્વેએ હાથકારો અનુભવ્યો હતો. સદભાગ્ય આ ત્રણેક કલાકના સમયગાળા દરમિયાન કોઈ જાનહાની કે અન્ય દુર્ઘટના સર્જાઈ ન હોવાથી હાશકારો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *