સપ્તાહના પ્રારંભે શેરબજારમાં ભારે તેજી: સેન્સેક્સ 80 હજારને પાર

  શનિવારે જાહેર થયેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામો માર્કેટની ધારણા કરતા સારા રહેતા આજે હેવી વેઈટ રિલાયન્સની આગેવાનીમાં શેરબજારમાં ભારે વધારો જોવા મળ્યો હતો. પ્રારંભીક શત્રમાં…

 

શનિવારે જાહેર થયેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામો માર્કેટની ધારણા કરતા સારા રહેતા આજે હેવી વેઈટ રિલાયન્સની આગેવાનીમાં શેરબજારમાં ભારે વધારો જોવા મળ્યો હતો. પ્રારંભીક શત્રમાં સેન્સેક્સ 800થી વધુ ઉછળીને 80 હજારને પાર થઈ ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 24,200ની સપાટી ઉપર ટ્રેડ થઈ રહી હતી.

શુક્રવારે 79,212ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 131 અંક ઉછળીને 79,343 પર ખુલ્યો હતો. સવારે 10 વાગ્યે જ સેન્સેકસ 857 અંક ઉછળી 80,069ના મથાળા સુધી ટ્રેડ થયો હતો. નિફ્ટી પણ શુક્રવારના 24,029 લેવલ સામે 31 અંક ઉછળીને 24,070 પર ખુલી હતી. નિફ્ટીમાં પણ ભારે તેજીથી 244 અંકનો ઉછાળો નોંધાતા 24,283 સુધી ટ્રેડ થઈ હતી.

શનિવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના છેલ્લા ક્વાટરના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતાં. જેના પગલે આજે રિલાયન્સના શેરોમાં તેજીનું તોફાન જોવા મળ્યું હતું. આ સાથે જ રિલાયન્સ 10 લાખ કરોડના નેટવર્ક ધરાવતી પ્રથમ કંપની બની હતી. કંપની દદ્વારા 5.50 રૂપિયા ડિવિડન્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી. કંપની દ્વારા છેલ્લા ક્વાટરમાં 19,407 કરોડનો ચોખ્ખો નફો જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે રિલાયન્સનું વાર્ષિક ટર્નઓવર રૂા. 10,71,174 કરોડ એટલે કે 125.3 બિલીયન ડોલર નોંધાયું હતું. આજે રિલાયન્સના શેરોમાં 4%થી વધુ તેજી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *