ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જામનગર ( હાપા માર્કેટ યાર્ડ )માં મરચા, ડુંગળી, ધાણાની પુષ્કળ આવક થવા પામી છે. હાપા યાર્ડમાં ગઈકાલે એક હજાર થી વધુ ખેડૂતો વિવિધ જણસી સાથે વેચાણ માટે આવ્યા હતા.ગઈકાલે હાપા યાર્ડમાં 1176 ખેડૂતો 19 જણસીઓ મળીને 43388 મણનો જથ્થો લઈને આવ્યા હતા.
જેમાં બાજરીના 125 મણ (ભાવ પ્રતિ મણ 450થી 565નો રહ્યો હતો.) ઘઉં 328 મણની આવક થઈ હતી (ભાવ રૂૂ. 500થી 663), 13 મણ મગ (ભાવ 1200થી 1275), અડદની 123 મણની આવક (ભાવ રૂૂ. 900 થી 1525), મગફળી 4072 મણ (રૂૂ. 850થી 1180) રાયડો 2223 મણ (રૂૂ. 1100થી 1200), લસણ (રૂૂ. 620 થી 1250) કપાસની 4455 મણ (ભાવ રૂૂ. 1000થી 1450), જીરૂૂ 2553 મણ (રૂૂ. 3000 થી 3905), ધાણા 1544 મણ (1000થી 1715), મરચા 7875 મણ (ભાવ રૂૂ. 600થી 2500)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ અનેક જણસીની આવકનો સમાવેશ થાય છે.
