મેટોડામાં ચાલકે કાર રિવર્સ લઇ છ વાહનોને ઉલાળતા ભારે હોબાળો

    હાલ વાહન ચાલકો જાણે હાઈવે પર રેસ લગાવતા હોય તેમ વાહનો ચલાવતા હોય છે. અને અકસ્માતને નોતરુ આપે છે તેમજ ઘણીવાર સોશિયલ મીડિયામાં…

 

 

હાલ વાહન ચાલકો જાણે હાઈવે પર રેસ લગાવતા હોય તેમ વાહનો ચલાવતા હોય છે. અને અકસ્માતને નોતરુ આપે છે તેમજ ઘણીવાર સોશિયલ મીડિયામાં જોખમી સ્ટંટના વીડિયો પણ અગાઉ વાયરલ થઈ ચુક્યા છે. ત્યારે ગઈકાલે રાત્રીના સમયે કાલાવડ રોડ પર મેટોડામાં આવેલી એક સોસાયટીમાં કારના ચાલકે ગાડી રિવર્સ લેતા પાછળ પાર્ક કરેલા છથી સાતેક વાહનોમાં મોટુ નુક્શાન થયું હતું. આ ઘટના બાદ વાહન માલીકોએ સોસાયટીમાં દેકારો બોલાવ્યો હતો. અને મેટોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી જતાં કારનાચાલકને સકંજામાં લીધો હતો. તેમજ મામલો થાળે પાડી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *