જામનગરમાં પેટ્રોલ પંપ પર અફવાના પગલે ભારે અફરા તફરી

જામનગર શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જશે, તેવી અફવા ફેલાતાં ગઈકાલે સાંજ થી જ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને પેટ્રોલ ડીઝલ ભરાવવા…

જામનગર શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જશે, તેવી અફવા ફેલાતાં ગઈકાલે સાંજ થી જ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે અનેક ટુ વ્હીલર ફોરવ્હીલર સહિતના વાહનોની ઠેર ઠેર લાંબી કતારો જોવા મળી હતી.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલા નયારા કંપનીના પેટ્રોલ પંપ, કે જેમાં ગઈકાલથી જ પેટ્રોલ – ડીઝલ નો જથ્થો ખલાસ થયો છે, અને ઉપરથી સપ્લાય અટક્યો છે. ભાવ વધારો લાગુ થવાના કારણે અને ખાડી યુદ્ધની સીધી અસર જોવા મળી રહી હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું, જેથી બાકીના અન્ય પેટ્રોલ-ડીઝલના પંપ ઉપર લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

આજે બપોર બાદ જામનગર શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ તેમજ ડીઝલ ભરાવવા માટે અનેક વાહનોની લાંબી લાંબી કતાર લાગેલી જોવા મળી હતી, અને આ મામલે શહેરમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. શહેરમાં મોડી રાત્રી સુધી અનેક પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *