આ તે કેવું: જન્મના દાખલાની ક્ષતિ માટે છેક ગાંધીનગરનો ધક્કો !

  રાજકોટ મનપાના જન્મ-મરણના જૂના ડેટા સીઆરએસ પોર્ટલમાં તબદીલ ન થતા લાખો અરજદારો પરેશાન, મ્યુનિ.કમિશનરે ગઇકાલે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી રાજકોટ મહાનગપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા…

 

રાજકોટ મનપાના જન્મ-મરણના જૂના ડેટા સીઆરએસ પોર્ટલમાં તબદીલ ન થતા લાખો અરજદારો પરેશાન, મ્યુનિ.કમિશનરે ગઇકાલે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી

રાજકોટ મહાનગપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ માસથી આધાધૂંધી સર્જાય છે. કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલ પર જૂના ડેટા તબદીલ ન થતા 2020 પહેલાના લાખો અરજદારોના જન્મ-મરણના દાખલાઓનું કામ અટકી જતા દેકારો બોલી ગયો છે. દરોજ આવતા હજારો અરજદારો દ્વારા અનેક વખત એક જ પોર્ટલ કાર્યરત કરવામાં આવે તેવી ફરિયાદો કરતા ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળવા ગયેલ મ્યુનિ.કમિશનરે રજિસ્ટ્રેશન સીસ્ટમ પોર્ટલમાં આવતી ક્ષતિઓના નિવારણ માટે રજૂઆત કરી હતી.

ગાંધીનગર ખાતે ગઇકાલે મનપાના પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર બજેટ સહિતની ચર્ચા માટે મુખયમંત્રી સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન છેલ્લા છ માસથી જન્મ-મરણના પોર્ટલમાં થયેલ ક્ષતિ અંગે લેખિતમાં રજૂઆત કરી જણાવેલ કે, આમ ઘણાજ કિસ્સાઓને લઇને નાગરીકો પરેશાન થાય છે આથી રાજકોટ મહાનગરપાલિકાનો સંપુર્ણ DATA રાજ્ય સરકારના પોર્ટલ EOLAKH અથવા તો કેન્દ્ર સરકારના પોર્ટલ CRSમાં તાત્કાલીક ટ્રાન્સફર કરવો જરૂૂરી છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાની આઇ.ટીની ટીમ દ્વારા તમામ DATA ને એક્સેલ માં તૈયાર કરી આપવા યોગ્ય છે. અને જો આ DATA રાજ્યના પોર્ટલમાં તબદીલ થાય તો રાજકોટ નો DATA હજુ સુધી CRS માં તબદીલ થયેલ નથી આથી તે ઝડપી CRSમાં તબદીલ કરી શકાય જે માટે આપને ગાંધીનગર ખાતેની ગઈંઈ ને યોગ્ય આદેશો આપી આ કામગીરી ઝડપી પુર્ણ કરી આપે તેવા આદેશો કરી આપવા નમ્ર અરજ છે.

રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ જન્મ મરણની તમામ કામગીરી વોર્ડ વાઇઝ થતી હતી પરંતુ CRS પોર્ટલમાં શહેરના આરોગ્ય અધિકારીના યુઝર તૈયાર થયેલ ન હોય, તેની નીચે જે ઓપરેટર બનાવવાના છે કે જે યુઝર રાજકોટ શહેરના તમામ ઝોનની અરજીઓ સ્વીકારી શકે તે બાબતના યુઝર તૈયાર કરી શકાતા નથી જેના કારણે હાલ તમામ નાગરીકો એકજ કચેરી ખાતે આવી અને લાઇનો માં બેસે છે અને તે કામગીરી ખુબજ ધીમી થાય છે જેના કારણે અવારનવાર સમાચાર પત્રો, મિડીયા આ બાબતે અહેવાલો પ્રસીધ્ધ કરે છે જેથી સારી કામગીરી હોવા છતા તમામ કામગીરી વખોડાઇ રહી છે આમ આરોગ્ય અધિકારીના યુઝર તાત્કાલીક તૈયાર કરાવી આપવા વિનંતી છે.

હાલના નવા પોર્ટલ CRSમાં નાની મોટી ધણીજ ક્ષતીઓ છે જેના નિરાકરણ હેતુ CRS ના પ્રતીનીધીઓને સબરજીસ્ટ્રાર સાથે સંકલન શક્ય બને તેમ ગુજરાત રાજ્યમાંજ નિમણુંક કરાવા અર્થે તેમજ રોજબરોજના પ્રશ્નોના નિરાકરણ હેતુ એક ખાસ કચેરીની યોગ્ય વ્યવસ્થા કરાવવા નમ્ર વિનંતી છે.ગત તારીખ 01/09/2025 ના રોજથી ગુજરાત રાજ્યના જન્મ તેમજ મરણ ની કામગીરી અર્થેના પોર્ટલ ઇ ઓળખ બંધ કરી કેન્દ્ર સરકારના વેબ પોર્ટલ સીવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ CRS શરૂૂ કરવામાં આવેલ છે. આ પોર્ટલ શરૂૂ કરવા બાદ અત્રેથી તેનો વપરાશ શરૂૂ કરેલ જેની નીચે મુજબના ખાસ મુદ્દાઓ અનુસાર તાત્કાલીક અસરથી સુધારા કરવા જરૂૂરી છે.
સને 1992 થી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્યુટરનો ઉપયોગ શરૂૂ કરતા રાજકોટ મહાનગરપાલિકા પાસે પોતાના પોર્ટલ ( INHOUSE ) વર્ષ 1950 થી જન્મનો ડેટા તેમજ વર્ષ 1965 થી મરણનો ડેટા ઉપલબ્ધ છે. અને આ મુજબ રાજકોટ ના તમામ નાગરીકોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. પરંતુ ગત માસથી UIDAI વિભાગ તરફથી રાજકોટ મહાનગરપાલિકાના INHOUSE પોર્ટલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્રો માન્ય રહેશે નહીં અને ફક્ત CRS પોર્ટલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્રો જ માન્ય રહેશે.

જેના કારણે શહેરની જનતાને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમ કે કોઇ બાળકને આયુષ્યમાન કાર્ડ ના હોય અને તેને સારવાની જરૂૂરીયાત રહે તો તેને પ્રથમ આધાર કાર્ડ કઢાવવાનું રહે છે. અને તે આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્ર માન્ય રહેતુ નથી આથી તેની સારવાર શક્ય નથી. જો કોઇ બાળકને આધારમાં ભુલ હોય અને તેને ધોરણ 10 કે 12 નુ બોર્ડ નું ફોર્મ ભરવાનું થાય તો તેને પ્રથમ આધાર કાર્ડ સુધારવાનુ રહે છે અને તે આધાર કાર્ડ સુધારવા જન્મ પ્રમાણપત્ર માન્ય રહેતુ નથી આથી તે બાળકના અભ્યાસ અટકી પડે છે. જો કોઇ બાળક્નાને પરદેશ જવાનું હોય અને તેમાં પાસપોર્ટની અરજી કરવાની હોય તો પ્રથમ તેની પાસે આધાર કાર્ડ હોવુ જરૂૂરી છે જે જન્મ પ્રમાણપત્રના કારણે બની ન શકે તો તે બાળક પરદેશ જઇ શકતુ નથી ઘણા જ કિસ્સામાં બાળકના પિતા પરદેશ રહે છે અને માતા વતનમા પ્રસુતિ કરાવવા આવેલ હોય ત્યારે તેના પિતાના ધરે પરત ફરવા માટે પાસપોર્ટ જરૂૂરી બને છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *