પવિત્ર મક્કામાં હુથિઓનો હાહાકાર, પ્રથમ વખત એરસ્ટ્રાઇક-સાયરન ગુંજ્યા

સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરો દ્વારા ઇસ્લામના પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરાયું હતું. સાઉદી એર ડિફેન્સે તેને…

સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરો દ્વારા ઇસ્લામના પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરાયું હતું. સાઉદી એર ડિફેન્સે તેને હવામાં જ તોડી પાડ્યું. હુથી જૂથે આ દાવાને ખોટો ગણાવ્યો છે. OICએ આ ઘટનાની નિંદા કરી. મક્કામાં ઇતિહાસમાં પ્રથમ વખત એર સ્ટ્રાઇક સાયરન ગુંજ્યા હતા. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સાઉદી અરબ અને યમન હવે યુદ્ધના મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે. સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરો દ્વારા ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, સાઉદી એર ડિફેન્સે સમયસર આ ડ્રોનને હવામાં જ તોડી પાડીને મોટો અકસ્માત ટાળ્યો છે. બીજી તરફ હુથી જૂથે આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો છે. સાઉદી સંચાલિત ગઠબંધનના પ્રવક્તા તુર્કેઈ અલ-માલિકીના જણાવ્યા અનુસાર, ’રોયલ સાઉદી એર ડિફેન્સ ફોર્સેસ’ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

હુથી મિલિશિયા દ્વારા છોડવામાં આવેલું આ દુશ્મન ડ્રોન મક્કા અલ-મુકર્રમાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલા જ તેને આંતરીને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ મક્કા, જેદ્દાહ અને તાઇફ સહિત સાઉદીના પશ્ચિમી કિનારાના ઘણા શહેરોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઈતિહાસમાં પહેલીવાર મક્કામાં હવાઈ હુમલા અંગેનું સાયરન વાગ્યું અને એર સ્ટ્રાઈક એલર્ટ આપવામાં આવ્યું હતું. ઇસ્લામના પવિત્ર સ્થળો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમની ’રેડ લાઇન’ છે અને તેની સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. સમાચાર એજન્સી અઋઙ ના રિપોર્ટ મુજબ, હુથી અધિકારીઓએ સાઉદી અરબના આ દાવાને પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો છે. મુસ્લિમ દેશોના સંગઠન ’ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન’ (OIC) એ આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. OIC એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મક્કા અને મદીના ક્ષેત્રને નિશાન બનાવવાના પ્રયાસોને ’ધૃણાસ્પદ’ ગણાવ્યા છે. મક્કા સમગ્ર વિશ્વના મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળ અને વાર્ષિક હજ યાત્રાનું મુખ્ય કેન્દ્ર છે. સાઉદી ગઠબંધન અનુસાર, મક્કાને નિશાન બનાવવાનો હુથીઓનો આ બીજો પ્રયાસ છે. આ પહેલા જુલાઈ 2017 માં પણ મક્કા તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી, જેને સાઉદી સેનાએ નિષ્ફળ બનાવી હતી.

અમેરિકા-ઇઝરાયલ અને 8 અરબ દેશોના સેના પ્રમુખોની સીક્રેટ બેઠક
ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને હૂથી હુમલાઓના વધતા જોખમ વચ્ચે અમેરિકા, ઈઝરાયલ અને 8 અરબ દેશોના સૈન્ય પ્રમુખોની એક અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક જર્મનીમાં યોજાઈ છે. ગત અઠવાડિયે મળેલી આ ગુપ્ત બેઠકમાં મધ્ય પૂર્વમાં સુરક્ષા સહયોગ વધારવા અને વર્તમાન કટોકટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ, આ બેઠકનું આયોજન અમેરિકાના સેન્ટકોમ કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપરે કર્યું હતું. આ બેઠકમાં ઈઝરાયલ ઉપરાંત સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, બહેરીન, કુવૈત, કતાર, જોર્ડન અને ઈજીપ્તના ટોચના સૈન્ય કમાન્ડરો સામેલ થયા હતા. ખાસ વાત એ છે કે આમાં કેટલાક એવા અરબ દેશો પણ સામેલ હતા, જેમના ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી. અમેરિકાએ આ બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે ઈરાની હુમલાઓ છતાં તે મધ્ય પૂર્વમાંથી પોતાની સેના હટાવવાની કોઈ યોજના ધરાવતું નથી. વર્ષ 2020ના અબ્રાહમ કરાર બાદ ઈઝરાયલ અને અરબ દેશો વચ્ચે સૈન્ય સહયોગ સતત વધી રહ્યો છે. ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન ઈઝરાયલે UAEને આયર્ન ડોમ સિસ્ટમ અને તેને સંચાલિત કરવા માટે પોતાના કર્મચારીઓ મોકલવાની સાથે રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ (ISR) જેવી મદદ પણ પૂરી પાડી છે. હાલમાં, હૂથીઓ દ્વારા વધી રહેલા હુમલાઓના પગલે સેન્ટકોમના માધ્યમથી ઈઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઈઝરાયલ કઈ રીતે સાઉદી સૈન્ય ઓપરેશન્સમાં મદદરૂૂપ બની શકે છે.

સાઉદીનું ફાઇટર વિમાન તોડી પાડયાનો હુથીઓનો દાવો
યમનમાં હુથીઓ અને સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધન વચ્ચે લડાઈ તીવ્ર બની છે. હુથીઓનો દાવો છે કે તેમના દળોએ મારબ પ્રાંત ઉપર સાઉદી F-15 ફાઈટર જેટ તોડી પાડ્યું છે. હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ કહ્યું કે આ ફાઈટર જેટ તેમની વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન દરમિયાન હુમલો કરવા માટે આવ્યું હતું. યાહ્યા સરીના જણાવ્યા અનુસાર, જ્યારે સાઉદી F-15 યમનના મારબ વિસ્તારમાં હુથીઓ વિરુદ્ધ હવાઈ હુમલા કરી રહ્યું હતું ત્યારે હુથી દળોએ તેને નિશાન બનાવ્યું હતું. તેઓ દાવો કરે છે કે સ્થાનિક સ્તરે બનેલી ’સર્ફેસ-ટુ-એર’ મિસાઈલ દ્વારા વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયાએ આ F-15જેટ અમેરિકા પાસેથી ખરીદ્યું હતું. અલ-જઝીરાએ હુથી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આ ફાઈટર જેટને મારબની વાયવ્ય દિશામાં આવેલા માઉન્ટ હેલાન નજીક તોડી પાડવામાં આવ્યું હતું. જોકે, હુથીઓના આ દાવા અંગે સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધન તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *