આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોત

  આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ભયાનક માર્ગની ઘટના બની છે. એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં છ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું…

 

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ભયાનક માર્ગની ઘટના બની છે. એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં છ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.

પોલીસે જણાવ્યું કે આ અકસ્માત આજે બપોરે લગભગ 1.40 વાગ્યે પ્રકાશમ જિલ્લાના કોમારોલુ મંડલના મોટુ ગામમાં કડપા, ગિદ્દાલુરુ, માર્કપુર અને અન્ય સ્થળોને જોડતા હાઇવે પર બન્યો હતો. કાર ટ્રક સાથે અથડાતા છ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે, જ્યારે એક ઘાયલ પણ થયો છે.

પ્રકાશમ જિલ્લાના પોલીસ અધિક્ષક એ.આર. દામોદરે જણાવ્યું કે અકસ્માત સમયે આઠ લોકો મહા નંદીમાં યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા. દામોદરે જણાવ્યું કે અકસ્માત ત્યારે થયો જ્યારે કાર ખોટી દિશામાં ટ્રક તરફ વળી અને તેની સાથે અથડાઈ. તેમણે કહ્યું કે પોલીસને શંકા છે કે કાર ચાલકને ઊંઘ આવી ગઈ હતી, આ મામલે તપાસ ચાલુ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *