હિરાસર એરપોર્ટના જીએસટી ઓપરેટરે વાગ્દત્તા અને તેના મામાના ત્રાસથી ઝેર પીધું

  કુવાડવા ગામે રહેતા મૂળ ગઢ સીરવાણિયાના યુવાનની સાયલાની યુવતી સાથે સગાઇ થઇ’તી: યુવતી અને તેના મામા સામે ફરિયાદ શહેરની ભાગોળે કુવાડવા ગામે રહેતા અને…

 

કુવાડવા ગામે રહેતા મૂળ ગઢ સીરવાણિયાના યુવાનની સાયલાની યુવતી સાથે સગાઇ થઇ’તી: યુવતી અને તેના મામા સામે ફરિયાદ

શહેરની ભાગોળે કુવાડવા ગામે રહેતા અને હિરાસર એરપોર્ટમાં જીએસટી ઓપરેટર તરીકે નોકરી કરતા મુળ ગઢસીરવાણીયા ગામના યુવાને વાગ્દતા અને તેના મામાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ બનાવમાં પોલીસે યુવાનની ફરિયાદ પરથી વાગ્દતા અને તેના મામા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ કુવાડવા ગામે 6 મહિનાથી રૂમ ભાડે રાખી હિરાસર એરપોર્ટમાં જીએસટી ઓપરેટર તરીકે નોકરી કરતા હરેશ ગુબરભાઇ દુમાદીયા (ઉ.વ.25) નામના યુવાને કુવાડવા રોડ પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં સાયલા ગામે રહેતી તેણી મંગતેર મમતા બુધાબાઇ પરાલીયા અને તેના મામા સુનિલભાઇનુ નામ આપ્યુ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણેક મહિના પહેલા મમતા સાથે થઇ હતી. મમતા પરીક્ષાની તૈયારી કરતી હોય તેણી સુરેન્દ્રનગર ખાતે તૈયારી કરવા જતા મોડે સુધી બહાર રહેતી હોય જેથી તે બાબતે ઠપકો આપ્યો હતો. જેથી 19-1-25ના રાત્રે તેના ઇન્સ્ટાગ્રામમા સુનિલ નામના આઇડી પરથી મેસેજ આવેલો અને તમારા બંન્ને વચ્ચે સુ ચાલે છે તેમ કહેતા તેણે તેમ કોણ છો તેમ પુછતા હુ તેની ફ્રેન્ડ બોલુ છુ તેમ જણાવેલુ હતુ. જેથી તેણે આ આઇડીનો સ્ક્રિનસ્ટો પાડી મમતાના ભાઇ રણજિતને મોકલતા આ સુનિલ તેના મામા હોવાનુ જાણવા મળ્યુ હતુ. બાદમાં સુનિલભાઇએ મમતાના પિતાને સગાઇ તોડી નાખવાની વાત કરતા મમતાના પિતાએ ફરિયાદીના પિતાને ફોન કરી હવે સગાઇ રાખવી નથી હરેશ ખરાબ બોલે છે. તેવી વાત કરી હતી.

સગાઇ રાખવી ના હોવા છતા મેસેજ કરતી હતી બાદમાં તે સુદારમા ગામેથી કુવાડવા ગાડી લઇને આવતો હતો ત્યારે અજાણયા વ્યકિતએ ગાડીમાં લીફટ લીધી હતી. ત્યારે તે અજણાયા શખ્સે તેણે કહેલુ કે ઇન્સ્ટાગ્રામમા મેસેજ ડિલીટ કરી લીધા છે. તેમ છતા બધાને કેમ કહે છે. તારા પરિવારને સમાજમાં બદનામ કરી નાખીશ અને પતાવી દયશ તેમ કહી છરી બતાવી ધમકી આપી હતી.

ત્યારબાદ મમતાએ મેસેજ કરી રેલવે સ્ટેશન જઇ મરી જવાની ધમકી આપતા તેણે મમતા અને તેના મામાના ત્રાસથી કંટાળી તારીખ 11/2ના રોજ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે કુવાડવા પોલીસે હરેશની ફરિયાદ પરથી તેની મંગેતર અને તેના મામા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *