મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

ભરૂૂચ જિલ્લામાં થયેલા કરોડો રૂૂપિયાના મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા કોંગ્રેસના નેતા હીરા જોટવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રૂૂ. 7 કરોડથી વધુના આર્થિક કૌભાંડમાં…

ભરૂૂચ જિલ્લામાં થયેલા કરોડો રૂૂપિયાના મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા કોંગ્રેસના નેતા હીરા જોટવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રૂૂ. 7 કરોડથી વધુના આર્થિક કૌભાંડમાં જેલમાં બંધ હીરા જોટવાએ જામીન મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ અદાલતે તેમને રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે આ ગંભીર પ્રકારનું કૌભાંડ છે અને ટ્રાયલ કોર્ટે જે જામીન રદ કરવાનો નિર્ણય લીધો હતો તે કાયદેસર રીતે યોગ્ય છે.

આ કૌભાંડની વિગતો મુજબ, મનરેગા યોજના હેઠળ સરકારી નાણાંનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં હીરા જોટવાની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જામીન અરજી નામંજૂર થતાં હવે હીરા જોટવાએ જેલમાં જ રહેવું પડશે. હાઈકોર્ટના આ ચુકાદાથી કૌભાંડની તપાસ કરી રહેલી એજન્સીઓને વધુ બળ મળ્યું છે. આ કેસમાં આગામી સમયમાં ટ્રાયલ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *