રાજકુમાર જાટ કેસમાં CCTV મુદ્દે તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલની સંડોવણીના આક્ષેપવાળા રાજકુમાર જાટના હત્યા કેસની તપાસ CBIને સોંપવા મામલે થયેલી પિટિશનમાં વધુ સુનાવણી હાથ ધરાઈ…

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલની સંડોવણીના આક્ષેપવાળા રાજકુમાર જાટના હત્યા કેસની તપાસ CBIને સોંપવા મામલે થયેલી પિટિશનમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મૃતક રાજકુમારના મૃત્યુ પહેલાના એવા ચોંકાવનારા ઈઈઝટ ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તે નગ્નાવસ્થામાં ફરતો અને ભાગતો દેખાય છે. હાઈકોર્ટ હવે આ CCTV અંગે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા સરકારી વકીલને કહ્યું છે અને વધુ સુનાવણી 25 ઓગસ્ટે રાખી છે.

24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું મૃત્યુ અકસ્માતે થયું નથી, પરંતુ તેની હત્યા થઈ છે. મૃતકના કુટુંબનો આક્ષેપ છે કે આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે, પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવામાં આવે.

હાઈકોર્ટે આ કેસના તમામ પેપર્સનો અભ્યાસ કરીને વધુ સુનાવણી મંગળવારે રાખી હતી. જેમાં હાઈકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે આ કેસમાં કેટલીક સ્પષ્ટતાઓની જરૂૂર છે. પહેલું કે શું શકમંદો અને મૃતક બંને આ ઘટના પહેલા એક બીજાને જાણતા હતા. બીજું કે શકમંદો અને મૃતક વચ્ચે કોઈ દુશ્મનાવટ હતી. ત્રીજું કે અરજદાર પિતા અને મૃતક પુત્ર બંને કેમ શકમંદોના ઘરમાં ગયા હતા અને ત્યાં શું થયું હતું અને ચોથું કે મૃતક ઈઈઝટ માં રોડ ઉપર નગ્નાવસ્થામાં કેમ ફરતો હતો.

સરકારી વકીલે કોર્ટના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે શકમંદ અને મૃતક બંને એક બીજાને જાણતા નહોતા. શકમંદોના ઘરની બહાર અરજદાર પિતા અને પુત્ર ઝઘડો કરતા હતા. જેથી શકમંદોએ તેમને ઘરમાં બોલાવ્યા હતા, હવે શકમંદોના ઘરમાં શું થયું તે તપાસનો વિષય છે, પરંતુ ત્યારબાદ પિતા અને પુત્ર શકમંદોના ઘરની બહાર પણ નીકળ્યા હતા. ગઈ ફરિયાદમાં આ બાબતે શકમંદો સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે.
અરજદારના એડવોકેટે જણાવ્યું હતું કે મૃતકના ઓરિજિનલ કપડાં ક્યાં ગયા તે વિશે સ્પષ્ટતા નથી. વળી ગોંડલમાં શકમંદો જયરાજસિંહ અને ગણેશ ગોંડલની એવી ધાક છે કે જો તેઓનો કોન્વોય જતો હોય અને કોઈ કઈ કહે તો પણ તેને માર મારવામાં આવે છે. અગાઉ શકમંદો દ્વારા જઈ અને જઝ લોકો ઉપર અત્યાચાર ગુજારાયો છે. લોકો તેમની આંખમાં પણ જોઈ શકે તેમ નથી. આ મૃતક છોકરાએ કશું કહ્યું હશે એટલે શકમંદોનો ઈગો ઘવાતા આ ઘટના બની હોય તેમ લાગી રહ્યું છે.

કોર્ટે કહ્યું હતું કે કયા સંજોગોમાં મૃતક નગ્નાવસ્થામાં ફરતો હતો તે એક મોટો પ્રશ્ન છે. અરજદારે જણાવ્યું હતું કે તે આવી જ હાલતમાં 52 કિલોમીટર કેવી રીતે ચાલ્યો હોય. કોર્ટે કહ્યું હતું કે મૃતકના નગ્ન ફરવાના ઈઈઝટ મુદ્દે તપાસનો રિપોર્ટ સાયલન્ટ છે. તેથી સરકારી વકીલે કોર્ટને આ મુદ્દે ડીવાયએસપી દ્વારા તપાસ કરાવવાની ખાતરી આપી હતી. અરજદારના વકીલે આ સમયે મૃતકને ગુદામાં ઈજાનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. વળી તેના ગાયબ થયાની ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસે તેનું લોકેશન જૂનાગઢ હોવાનું કહ્યું હતું, તે વાત પણ ખોટી નીકળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *