ગુજરાત હાઇકોર્ટ ખાતે એક વિરલ ઘટના બની હતી જેમાં એક જુનિયર વકીલની દલીલોથી પ્રભાવિત થઈને ન્યાયમૂર્તિએ તેને કોફી પીવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેની સાથે હાઇકોર્ટમાં આવેલા મિટ્ટી કાફેમાં સામાન્ય વ્યક્તિની જેમ કોફીની મજા માણી હતી. જુનિયર એડવોકેટ દ્વારા કરવામાં આવેલા દલીલ થી પ્રભાવિત થઈને જસ્ટિસ એએસ સુપેહીયા દ્વારા આ પ્રમાણે જુનિયર એડવોકેટને પ્રેરણા બળ પૂરું પાડ્યું હતું.
સમગ્ર ઘટનાની વિગતો મુજબ જસ્ટિસ એ એસ સુપેહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠ સમક્ષ એડવોકેટ દેવર્ષિ રાવલ તેમના સિનિયર બીજી મેટરમાં વ્યસ્ત હોવાથી સમય ફાળવવા ની માગણી સાથે આવ્યા હતાં.
પરંતુ ન્યાયમૂર્તિ જસ્ટિસ સુપેહીયા દ્વારા આ શક્ય નહીં હોવાથી મેટર ચલાવવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જો તમે મેટર સારી રીતે ચલાવશો તો આજે જ આદેશ પસાર કરશે અને તેઓની સાથે રીસેસ માં કોફી પીશે. ત્યારબાદ મેટર થોડા સમય ચાલી હતી અને ન્યાયમૂર્તિ જુનિયર વકીલને કેટલાક સવાલો કર્યા હતા.
જેના જવાબો તેને આપ્યા હતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ નું એક જજમેન્ટ પણ રજૂ કર્યું હતું. આથી આ દલીલોથી પ્રભાવિત થઈને ન્યાયમૂર્તિ એ તેને બપોરે 2.15 મિનિટે હાઇકોર્ટના પરિસરમાં આવેલા મિટ્ટી કાફેમાં તેના મિત્રો સાથે કોફી પીવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ જસ્ટિસ સુપેહીયા ખુદ ચાલીને આવ્યા હતા.
વકીલો સાથે કોફી ની મજા માણી હતી. તેઓએ વકીલોને દલીલો કરવા અને વ્યવસાયમાં સફળતા માટે ટીપ્સ પણ આપી હતી. આ બાબતની હાઇકોર્ટમાં ખૂબ પ્રેરણાત્મક રીતે ચર્ચા થઈ હતી. કારણ કે હાઇકોર્ટના ઇતિહાસના કદાચ આવી ઘટના પ્રથમ વખત બની હતી.