જામનગરના SSC-HSCના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન સેન્ટરો કાર્યરત

વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકો આપશે માર્ગદર્શન   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી જજઈ અને…

વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકો આપશે માર્ગદર્શન

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી જજઈ અને ઇંજઈની પરીક્ષાઓ આગામી તારીખ 26/02/2026 થી 18/03/2026 દરમિયાન યોજાનાર છે. પરીક્ષાના આ સમયગાળા દરમિયાન જામનગર શહેર તથા જિલ્લાના તમામ તાલુકા મથકોના વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને સચોટ ઉકેલ મળી રહે તેવા શુભ હેતુથી તાલુકા વાર વિવિધ હેલ્પલાઇન સેન્ટરો શરૂૂ કરવામાં આવ્યા છે.

આ માટે વિદ્યાર્થીઓની સહાય માટે જિલ્લાના શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ માર્ગદર્શન માટે શ્રી એમ.ટી. વ્યાસ (98245 18199), શ્રી જયસુખભાઈ ચાવડા (98242 06264) અને શ્રીમતી સુરભીબેન પંડ્યા (97267 11865) સતત કાર્યરત રહેશે. જામનગર તાલુકાના વિદ્યાર્થીઓ શ્રી કેશુભાઈ ઘેટિયા (94277 74173) અને શ્રી કમલેશભાઈ શુક્લ (99137 01771) નો સંપર્ક કરી શકશે. જ્યારે લાલપુર તાલુકા માટે ડો.કમલેશભાઈ વિસાણી (76980 94142) અને શ્રીમતી વર્ષાબેન ત્રિવેદી (82005 34077) સેવા આપશે.કાલાવડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે શ્રીમતી જ્યોતિબેન વાળા (94282 16788) તથા શ્રીમતી જ્યોત્સનાબેન દવે (94291 41391) માર્ગદર્શન પૂરું પાડશે. ધ્રોલ અને જોડિયા તાલુકા માટે શ્રી મુકેશભાઈ જોશી (94272 33144) અને શ્રીમતી માલાબેન ઠાકર (94272 07503) ની નિમણૂક કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના વિદ્યાર્થીઓ શ્રીમતી બિંદુબેન ભટ્ટ (94279 44855) અને શ્રી એચ. આર. માલવિયા (99258 59158) નો સંપર્ક કરી મૂંઝવણ દૂર કરી શકશે.

સ્થાનિક સેવાઓ ઉપરાંત, રાજ્ય કક્ષાએ મદદ મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1800-233-5500 (સવારે 10:00 થી સાંજે 6:00) ઉપલબ્ધ છે. પરીક્ષાની ચિંતા કે માનસિક તણાવને દૂર કરવા માટે 24 કલાક સેવારત ’જીવન આસ્થા’ હેલ્પલાઇન નંબર 1800-233-3330 પર સંપર્ક કરી શકાશે. વધુમાં, વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સ્ટેટ ક્ધટ્રોલ નંબર 99090 38768 અને 079-23220538 પર પણ સંપર્ક કરી સુવિધા મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *