વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાયા
જસદણ વીંછીયા પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે કમોસમી ઝાપટા વરસતા ઠંડક પ્રસરી રાત્રે અડધા શહેરમાં વીજ પુરવઠો ખોરવતા લોકો અકળાયા હતા. જસદણ અને વિછીયા શહેર તાલુકામાં સાંજના સમયે અચાનકત વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે છાંટા અને ઝાપટા પડ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો જસદણ માં રાત્રિના સમયે ઝાપટા વરસતા જ મોડી રાતે વિજ પુરવઠો ખોરવતા લોકો પરેશાન થયા હતા જસદણ શહેર આટકોટ જંગવડ વીરનગર લીલાપુર લાલાવદર તેમજ વિછીયા ના હિંગોળગઢ અમરાપુર વાંગધ્રા સહિતના વિસ્તારમાં બરફના કરા સાથે કમોસમી ઝાપટા વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો ઉનાળુ પાકમાં નુકસાનીના ભયથી ખેડૂતોમાં ડર ફેલાયો હતો બીજી બાજુ પશુઓના ઘાસચારા પલળવાની બીકે પશુપાલકો ખેડૂતોમાં દોડધામ મચી હતી
