દક્ષિણમાં ધોધમાર, મધ્યગુજરાતમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો, ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ ખાબકયો દણિણ ગુજરાતમાં સિઝનનો 62 ટકા વરસાદ પડી ગયો, સૌરાષ્ટ્રમાં 32.11 ટકા અને…

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો, ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ ખાબકયો

દણિણ ગુજરાતમાં સિઝનનો 62 ટકા વરસાદ પડી ગયો, સૌરાષ્ટ્રમાં 32.11 ટકા અને કચ્છમાં માત્ર 4.04 ટકા

ગુજરાતમાં ચોમાસાની મોડી એન્ટ્રી બાદ બીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું છે અને આજે સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સિઝનને 62 ટકા વરસાદ પડી ગયો છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના કુલ 213 તાલુકામાં 1 મીમીથી માંડી 900 મીમી એટલે કે 35.67 ઇંચ સુધી વરસાદ ખાબકયો છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે.

છેલ્લા 24 કલાકમાં દ.ગુજરાતમાં અનરાધાર તો મધ્ય ગુજરાતમાં મધ્યમ અને સૌરાષ્ટ્ર તથા ઉતર ગુજરાતમાં હળવો વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે ચોમાસામાં ખંડવૃષ્ટી ચાલુ રહી હોય તેમ દ.ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્રમાં 32.11 ટકા, ઇસ્ટ ગુજરાતમાં 21.34 ટકા, નોર્થ ગુજરાતમાં 16 ટકા અને કચ્છમાં માત્ર 4.04 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને કુલ 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં 17.13 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી શહેરમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો.

તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જ્યાં ડોલવણમાં 14.88 ઇંચ, વાલોડમાં 10.08 ઇંચ, વ્યારામાં 9.49 ઇંચ, સોનગઢમાં 7.48 ઇંચ અને ઉકાઈમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના વઘઈમાં 14.53 ઇંચ તથા સમગ્ર જિલ્લામાં 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં ઉમરપાડામાં 9.84 ઇંચ, અંબિકામાં 8.74 ઇંચ, પલસાણામાં 8.23 ઇંચ, મહુવામાં 7.09 ઇંચ, ઓલપાડમાં 6.06 ઇંચ, સુરત શહેરમાં 5.04 ઇંચ, કામરેજમાં 4.84 ઇંચ, માંડવીમાં 3.78 ઇંચ અને ચોર્યાસીમાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત, બારડોલીમાં 6.89 ઇંચ વરસાદ વરસ્યો હતો.

અન્ય જિલ્લાઓની વાત કરીએ તો નર્મદા જિલ્લાના નાંદોદમાં 4.17 ઇંચ, ડેડિયાપાડામાં 3.70 ઇંચ અને ચીકદામાં 3.66 ઇંચ, ભરૂૂચ જિલ્લાના નેત્રંગમાં 3.78 ઇંચ, તેમજ મહિસાગરના કોઠંબામાં 3.66 ઇંચ અને કડાણામાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 27 જુલાઇ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. એક સાથે ચાર- ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહિસાગર, પંચમહાલ,દાહોદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. . તો 11 જિલ્લામાં ઓરેંજ એલર્ટ છે. જાહેર કરવામાં આવ્યું છે. તો 10 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વલસાડમાં આભ ફાટયુ, બે કલાકમાં 7.20 ઈંચ, સવારથી અનેક વિસ્તારોમાં મેઘરાજાની સટાસટી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મૌસમના સૌથી રૌદ્ર સ્વરૂૂપ સાથે તાંડવ મચાવ્યું છે. આજે વહેલી સવારે 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે જ કલાકમાં રાજ્યના 108 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં આભ ફાટતા માત્ર બે કલાકમાં 7.20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 42 ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસતાં સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે. દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકાઓમાં પણ મેઘતાંડવ યથાવત છે. સુરતના ઉમરપાડામાં બે કલાકમાં 5.12 ઇંચ અને 24 કલાકમાં કુલ 34 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય વલસાડના પારડીમાં 24 કલાકમાં 21 ઇંચ સાથે વહેલી સવારે 3.70 ઇંચ, કપરાડામાં 3.31 ઇંચ, નાનાપોંઢામાં 3.27 ઇંચ અને ધરમપુરમાં 2.99 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અવિરત મુશળધાર વરસાદ ચાલુ છે. ખેરગામમાં 2.56 ઇંચ, ભરૂૂચ અને વાપીમાં 2.28 ઇંચ, તેમજ ડાંગ અને વઘઈમાં 2.20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નદીઓ અને ખાડીઓ બે કાંઠે ઉભરાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા હાઈએલર્ટ જાહેર કરીને તમામ સંબંધિત ટીમોને રેસ્ક્યૂ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.

29 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ

ઉંબરગાંવ – 35.67
કપરાડા – 28.78
નાના પોંઢા – 25.31
ધરમપુર – 19.65
પારડી – 17.64
વાસણા – 17.13
વાપી – 16.26
ડોલવાણ – 14.88
વઘઇ – 14.53
ખેરગામ – 14.09
વાલોડ – 10.08
ઉમરપાડા – 9.84
વ્યારા – 9.49
અંબીકા – 8.74
પલસાણા – 8.23
ચીખલી – 7.91
ગણદેવી – 7.72
સોનગઢ – 7.48
જલ્લાપુર – 7.24
મહુવા – 7.09
નવસારી – 6.93
બારડોલી – 6.89
ડાંગ-આહવા – 6.22
ઓલપાડ – 6.06
સુરત સિટી – 5.04
કામરેજ – 4.84
ઉકાઇ – 4.25
નાંદોડ – 4.17

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *