રાજકોટમાં સવારથી સટાસટ્ટી: પાંચ કલાકમાં બે ઇંચ

રાજકોટ શહેરમાં વાદળ વાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી ઝરમરયો વરસાદ ચાલુ થયો હતો. જે 9 વાગ્યા બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થતાં 12 વાગ્યા સુધીમાં 2…

રાજકોટ શહેરમાં વાદળ વાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી ઝરમરયો વરસાદ ચાલુ થયો હતો. જે 9 વાગ્યા બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થતાં 12 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલુ પાણી વરસી ગયુ હતું જેના લીધે શહેરમાં કરર્ફ્યુ જેવુ વાતાવરણ જોવા મળ્યુ હતું. કાળા ડિબાંગ વાદળો છવાયેલા હોય સાંજ સુધીમાં વધુ વરસાદ આવવાની સંભાવના જોવાઇ રહી છે. સવારથી વરસાદ શરૂ થતા મોટાભાગની દુકાની ન ખોલતા બજારોમાં રવિવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. જેની સામે 2 ઇંચ વરસાદથી અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમજ આજીડેમમાં નવા નીરની આવક થતાં ડેમ ગમે ત્યારે ઓવરફલો થવાની ઘડીઓ ગણાઇ રહી છે. શક્યતા જોવાઇ રહી છે.

રાજકોટમાં આજે સવારથી જ મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કર્યુ છે. 12 વાગ્યા સુધીમાં 2 ઇંચ વધુ પાણી વરસી ગયાનું કોન્ટ્રોલ વિભાગમાં નોંધાયુ છે. જેમાં વેસ્ટઝોનમાં સૌથી વધુ વરસાદ અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. શહેર ઉપર કાળા ડિબાંગ વાળળોના ગંજ ખડકાયેલા હોય સાંજ સુધીમાં વધુ વરસાદ પડવાની સંભાવના જોવાઇ રહી છે. તેવી જ રીતે ગણપતિ ઉત્સવની પૂર્ણહૂતિ હોવાથી અનેક વિસ્તારોમાં ગણેશ વિસર્જનની તૈયારી ચાલતી હતી. જેમાં વરસાદે વિધ્ન નાખતા હવે વરસતા વરસાદ વિધ્નહર્તાનું વિસર્જન કરવા ભક્તો જોવા મળ્ય હતા. સવારથી વરસાદ શરૂ થતાં કામ ધંધે તેમજ બજારમાં જતાં દુકાનદારોએ આજે રજા રાખવાનુ મુનાસીબ સમજીયુ હોય તેમ રોડ રસ્તાઓ પર નીહીવત ટ્રાફિક જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં ત્રણેયઝોનમાં અત્યાર સુધીનો શરેરાસ વરસાદ 31 ઇંચને પાર થયો ગયો છે. છતાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ વરસીયો હોય હવામાન વિભાગની આગાહીના પગલે ગત વર્ષની ઘટ આગામી દિવસોમાં પૂર્ણ થવાની સંભાવના જોવાઇ રહી છે.

શહેરમાં ફરી આજ સવારથી વરસાદનો જોરદાર નવો રાઉન્ડ શરૂ થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઝાપટાઓનો દોર ચાલુ રહેતા શહેરમાં ગંદકી અને કિચડનું સામ્રાજ્ય સર્જાયુ હતુ. જે આજના ભારે વરસાદના પગલે ધોવાઇ જતા લોકોએ રાહત શ્ર્વાસ લીધો હતો.

ત્રણેય ઝોનનો વરસાદ
સેન્ટ્રલ ઝોન 38 મીમી, કુલ 796 મીમી
વેસ્ટ ઝોન 44 મીમી, કુલ 840 મીમી
ઇસ્ટ ઝોન 41 મીમી, કુલ 632 મીમી
મોસમનો કુલ વરસાદ 776 મીમી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *