ફ્લેટ લોક કરી ઘસઘસાટ ઉંઘી ગયેલા ટાબરિયાઓનું દિલધડક રેસ્કયુ

શહેરના પોપટપરા વિસ્તારમાં સેન્ટ્રલ જેલની બાજુમાં આવેલી માઉન્ટેન પોલીસ લાઈનમાં બનેલી એક ઘટનામાં બે નાના બાળકો રૂૂમમાં પુરાઈ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડની ટીમે સમયસર…

શહેરના પોપટપરા વિસ્તારમાં સેન્ટ્રલ જેલની બાજુમાં આવેલી માઉન્ટેન પોલીસ લાઈનમાં બનેલી એક ઘટનામાં બે નાના બાળકો રૂૂમમાં પુરાઈ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોહિલ વીરભદ્રસિંહ દ્વારા રેલનગર ફાયર સ્ટેશનનો રૂૂબરૂૂ સંપર્ક કરી જાણ કરવામાં આવી હતી કે, માઉન્ટેન પોલીસ લાઈનના બી-ફોર-બી (ઇ4-ઇ) બિલ્ડિંગના છઠ્ઠા માળે બે બાળકો રૂૂમનો અંદરથી દરવાજો બંધ કરીને સૂઈ ગયા છે અને દરવાજો ખુલતો નથી. આ ઘટનાની ગંભીરતા સમજીને રેલનગર ફાયર સ્ટેશનનો સ્ટાફ રેસ્ક્યુ ટેન્ડર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમે સમયસૂચકતા વાપરીને બાજુના રૂૂમનું તાળું તોડી, બહારની સાઇડથી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો.

ફાયર ઓપરેટર સિદ્ધરાજસિંહ જાડેજા અને તેમની ટીમે રૂૂમમાં ફસાયેલા બે બાળકો, ગોહિલ શૌર્યરાજસિંહ (ઉં.વ. 8) અને ગોહિલ પ્રિયાંશીબા (ઉં.વ. 6) નું સહીસલામત રેસ્ક્યુ કર્યું હતું. આ સમગ્ર ઓપરેશનમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન થયું ન હતું. બાળકોને સુરક્ષિત જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને ફાયર વિભાગનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *