હૃદયરોગનો હુમલો : વધુ બે જિંંદગી ધબકારા ચૂકી ગઇ

જયનગરના યુવાન અને રૈયા ગામના પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત હૃદયરોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે જીંદગી ધબકારા ચુકી ગઇ છે…

જયનગરના યુવાન અને રૈયા ગામના પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત

હૃદયરોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે જીંદગી ધબકારા ચુકી ગઇ છે જેમા કોઠારીયા રોડ પર આવેલા જયનગરનાં યુવાન અને રૈયા ગામનાં પ્રૌઢનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજતા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલા જયનગરમા રહેતા શૈલેષ કડવાભાઇ કુકડીયા નામનો 4ર વર્ષનો યુવાન પોતાનાં ઘરે હતો ત્યારે સંધ્યા ટાણે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી યુવકનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન બે ભાઇમા નાનો હતો.

અને તેને સંતાનમા બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા રૈયા ગામમા રહેતા વસંત રાજાભાઇ વાણીયા નામનાં 4પ વર્ષનાં પ્રૌઢ રાત્રીનાં સુતા બાદ નહી ઉઠતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ત્યા ફરજ પરનાં તબીબે પ્રૌઢનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કર્યુ હતુ. પ્રૌઢનાં મોતની પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. મૃતક પ્રૌઢ 3 ભાઇ એક બહેનમા નાના અને અપરણીત હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *