હાર્ટ એટેક : શિક્ષિકા સહિત ત્રણના શ્ર્વાસ થંભી ગયા

  શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રંગોલી પાર્કમાં યુવતી, બસ સ્ટેશન પાછળ રેસ્ટોરન્ટમાં કામ કરતા…

 

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રંગોલી પાર્કમાં યુવતી, બસ સ્ટેશન પાછળ રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રૌઢ અને કોઠારીયા રોડ પર આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક આવેલા રંગોલી પાર્કમાં રહેતી નિકીતાબેન દીપકભાઇ ઇસરાની નામની 41 વર્ષની શિક્ષિકા પોતાના ઘરે હતી ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યા તેણીનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.બીજા બનાવમાં કેવડાવાડીમાં રહેતા અતુલભાઇ બાબુભાઇ રાજપોપટ (ઉ.વ.48) વહેલી સવારે છએક વાગ્યાના અરસામા એસટી બસ સ્ટેશન સામે આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.

પ્રૌઢને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે જોઇ તપાસી પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતું. આ ઉપરાંત બીજા બનાવમાં મુળ અમદાવાદ પંથકના વતની અને હાલ કોઠારીયા રોડ પર રણુજા મંદિર સામે આવેલા ભરડીયામાં રહેતા સુખાજીભાઇ મોતીજીભાઇ ઠાકોર (ઉ.વ.48)ને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજ્યુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *