આરોગ્ય કર્મચારીઓની સરકાર સાથે બેઠક નિષ્ફળ, બેમુદતી હડતાળ યથાવત

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ફરી એકવાર સરકાર સામે પડતર પ્રશ્નોને લઈને આજથી સામૂહિક હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ 25 હજાર આરોગ્ય…

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ફરી એકવાર સરકાર સામે પડતર પ્રશ્નોને લઈને આજથી સામૂહિક હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ 25 હજાર આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. લડતની રણનીતિના ભાગરૂૂપે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધના પ્રમુખ દ્વારા લેખિતમાં પોતાની માંગ સાથે આવેદન આપીને સરકારને પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું દરમિયાન ગઈકાલે આરોગ્ય ર્કચારીઓની સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતાં આંદોલન યથાવત રહ્યું છે.

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આવેદનપત્રને જણાવ્યું કે, અમારી અચોક્કસ મુદ્દત ની હડતાલ યથાવત છે. ગાંધી ચીંધ્યા માંર્ગે આંદોલન કરી રહ્યા છીએ અને જરૂૂર પડશે તો આંદોલન વધુ ઉગ્ર કરીશું. આરોગ્ય ક્ષેત્રે ગુજરાત દેશમાં આગળ પણ ગ્રેડ-પે સૌથી નીચે છે. 1900 થી 2800 અને અન્ય 2400 થી 4200 ગ્રેડ-પે કરવાની માંગ કરવામાં આવી છે.

રણજીતસિંહ મોરીએ વધુમાં કહ્યું કે,આ અંગે કમિટીની રચના કરી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અમારી માંગ વ્યાજબી અને ઉચિત છે. આ અંગે અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ અમારો ઠોસ નિર્ણય આવ્યો નથી, હવે અમે છેતરાઈશું નહીં. આગામી 20 માર્ચે 33 જિલ્લાના ચાર કેડરના કર્મચારીઓ વ્યક્તિગત આવેદનપત્ર મુખ્યમંત્રીને પાઠવીશું.

જ્યાં સુધી અમારી માંગોનો ઉકેલ ન આવે ત્યાં સુધી વર્ગ-3 આરોગ્ય કર્મચારીની હડતાલ યથાવત રહેશે. અગાઉ સરકાર સાથે પરમાર્થ થઈ હતી આમ છતાં આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *