જિંદગીભર ભીખ માંગી, મૃત્યુ બાદ ઘરમાંથી રોકડ ભરેલા 30 કોથળા મળ્યા

કર્ણાટકના માંડ્યામાં એક વૃદ્ધ ભિક્ષુક મહિલાના અવસાન બાદ તેના ભાડાના ઘરમાંથી પ્લાસ્ટિકની 30થી વધુ કોથળામાં ભરેલા લાખો રૂૂપિયા રોકડા મળી આવતાં સ્થાનિકો દંગ રહી ગયા…

કર્ણાટકના માંડ્યામાં એક વૃદ્ધ ભિક્ષુક મહિલાના અવસાન બાદ તેના ભાડાના ઘરમાંથી પ્લાસ્ટિકની 30થી વધુ કોથળામાં ભરેલા લાખો રૂૂપિયા રોકડા મળી આવતાં સ્થાનિકો દંગ રહી ગયા છે.

આ કિસ્સો કર્ણાટકના માંડ્યા જિલ્લાના ગુથાલૂ વિસ્તારનો છે. અહીં હૂર ઉન્નિસા નામની એક વૃદ્ધ મહિલા ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. હૂર ઉન્નિસા પોતાની બહેન સાથે ભાડાના ઘરમાં રહેતાં હતાં. બંને બહેનોમાંથી કોઈએ લગ્ન કર્યા ન હતા. તેમની બહેનનું અવસાન આશરે બે વર્ષ પહેલાં થઈ ગયું હતું, ત્યારપછી હૂર ઉન્નિસા એકલાં જ રહેતાં હતાં.

ઉંમર સંબંધિત બીમારીના કારણે ગઈકાલે જ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાન બાદ સ્થાનિક લોકોએ ઘરની તલાશી લીધી તો 30થી વધુ કોથળામાં ભરેલી રોકડ રકમ મળી આવી. કોથળાની અંદર લાખો રૂૂપિયા રાખેલા હતા, જે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.

ત્યારબાદ નોટોની ગણતરી શરૂૂ કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી ગણતરી બાદ આશરે 8થી 9 લાખ રૂૂપિયા ગણાયા હતા, જ્યારે હજુ પણ લગભગ 20 જેટલા કોથળામાં રહેલી રોકડની ગણતરી બાકી છે.
ઘરમાંથી મળેલી રોકડ રકમ હાલ ગુથાલૂ વિસ્તારની એક મસ્જિદની કસ્ટડીમાં રાખવામાં આવી છે. સમુદાયના અગ્રણીઓએ હૂર ઉન્નિસાના સંબંધીઓને આ અંગે જાણ કરી દીધી છે. સંબંધીઓ આવ્યા બાદ બાકીના રૂૂપિયા ગણવામાં આવશે અને ત્યારપછી આ નાણાં કોને સોંપવા તેનો નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *