દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા હર્ષ સંઘવી રવાના

એડવાન્સ્ડ, મેન્યુફેકચરિંગ, ટેકસટાઇલ, સેમિક્ધડકટર, રિન્યુએબલ એનર્જી સહિતના વિષયો પર ચર્ચા કરશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સ્વિરલેન્ડના દાવોસ ખાતે યોજાનારી વર્લ્ડ…

એડવાન્સ્ડ, મેન્યુફેકચરિંગ, ટેકસટાઇલ, સેમિક્ધડકટર, રિન્યુએબલ એનર્જી સહિતના વિષયો પર ચર્ચા કરશે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સ્વિરલેન્ડના દાવોસ ખાતે યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા ગત રાત્રે અમદાવાદ એરપોર્ટથી રવાના થતા સમગ્ર ટીમને કુમકુમ તિલક કરી વિદાય આપવામાં આવી હતી.

આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિક્ધડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના વિષયો ઉપર ચર્ચા કરશે. રાજ્ય સરકારનો મુખ્ય હેતુ ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને રાજ્યના યુવાનો માટે મોટા પાયે નવી રોજગારીની તકો ઉભી કરવાનો છે.

રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ આ મુલાકાત દરમિયાન વિશ્વની નામાંકિત કંપનીઓ જેવી કે AP Moller Maersk, Engie, EDF, Johnson Controls, Sumitomo Group, Linde, SEALSQ A Tillman Global ના વડાઓ સાથે રૂૂબરૂૂ ચર્ચા કરશે. આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવી ટેકનોલોજી લાવવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ગુજરાત સરકારનો પ્રયાસ છે કે ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં ગુજરાત એક મહત્વના ભાગીદાર તરીકે ઉભરી આવેલ છે.

આ ફોરમમાં રોકાણ આકર્ષવા ઉપરાંત, વૈશ્વિક નીતિવિષયક ચર્ચાઓમાં પણ ગુજરાતનો અવાજ બુલંદ રહેશે. હર્ષ સંઘવી વિવિધ પ્રતિષ્ઠિત સત્રોમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ગુજરાતનું વિઝન રજૂ કરશે. તેઓ ’નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારત’, ’સ્પોર્ટ્સની શક્તિ: ભવ્યતાથી વારસા તરફ’, ’કોલ ટુ ક્લીન ઇનિશિયેટિવ’ અંતર્ગત એનર્જી ટ્રાન્ઝિશન, ’મિશન વોટર’ દ્વારા જળ સુરક્ષા અને ’સસ્ટેનેબિલિટી’ જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલની વાત દુનિયા સમક્ષ મૂકશે. આ સત્રો દ્વારા ગુજરાત પોતાની વિકાસગાથાને વૈશ્વિક ફલક પર ઉજાગર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *