હર્ષ સંઘવી મુખ્યમંત્રી, ’2000 1947’ માં વિકસીત ભારત!

’વિકસિત ભારત 2047’ના સંકલ્પને લઈને ભાષણ દરમિયાન સાંસદ મનસુખ વસાવાના મોઢેથી વર્ષનો ઉચ્ચાર થોડો અલગ જ રીતે થઈ ગયો. ’2047 સુધીમાં’ કહેવાના બદલે ’2000 1947…

’વિકસિત ભારત 2047’ના સંકલ્પને લઈને ભાષણ દરમિયાન સાંસદ મનસુખ વસાવાના મોઢેથી વર્ષનો ઉચ્ચાર થોડો અલગ જ રીતે થઈ ગયો. ’2047 સુધીમાં’ કહેવાના બદલે ’2000 1947 સુધીમાં’ એવો ઉલ્લેખ થતાં હવે તેમના નિવેદનનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. વિકાસનું લક્ષ્ય તો 2047નું જ છે, પરંતુ સાંસદના મોઢેથી નીકળેલી ’નવી તારીખ’એ સોશિયલ મીડિયા પર કટાક્ષ માટેનો મુદ્દો જરૂૂર આપી દીધો છે.

જંગલ જમીનના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા સાંસદ મહાશય ઉતાવળ અને ઉત્સાહમાં હોદ્દાઓ જ ભૂલી ગયા! ડેપ્યુટી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેમણે જાહેરમાં જ સીધા ’મુખ્યમંત્રી’ બનાવી દીધા. રાજકારણમાં નેતાઓની આવા પ્રકારની ’જીભ લપસવી’ અવારનવાર જોવા મળે છે, પણ જાહેરમાં ડેપ્યુટી સીએમનો પ્રમોશન લેવલનો હોદ્દો બદલી નાખવાની આ ભૂલે ઉપસ્થિત લોકોમાં કટાક્ષભરી ચર્ચા જગાવી દીધી છે. મનસુખભાઇની આ અજાણતાં થયેલી ભૂલ હતી કે પછી ઉતાવળનું પરિણામ, પણ તેમના આ નિવેદને રાજકીય ગલિયારામાં હળવી મુસ્કાન અને ચર્ચાનો ગરમાવો ચોક્કસ લાવી દીધો છે!

સાગબારાના ખોપી ખાતે આજથી જંગલ જમીનના પ્રશ્ને સત્યાગ્રહ આંદોલન શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વચ્ચે સાંસદ મનસુખ વસાવાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જંગલ જમીનના પ્રશ્નના ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા જ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે.ભરૂૂચમાં આયોજિત ’વિકસિત ભારત 2047’ કાર્યક્રમ દરમિયાન નિવેદન આપતા મનસુખ વસાવાએ જંગલ જમીનના વિવાદ અંગે પોતાનું વલણ રજૂ કર્યું હતું. તેમણે વન વિભાગ, આદિવાસી વિકાસ વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરી વચ્ચે પૂરતું સંકલન ન હોવાનો દાવો કર્યો હતો સાંસદના જણાવ્યા મુજબ, અલગ-અલગ વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે સ્થાનિક આદિવાસી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

મનસુખ વસાવાએ જંગલ જમીનના પ્રશ્નને લઈને વિપક્ષના નેતાઓ પણ રાજકીય રીતે સક્રિય થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વિપક્ષના કેટલાક નેતાઓ ’સ્ટંટબાજી’ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. આ સાંસદનું રાજકીય નિવેદન છે અને વિપક્ષની પ્રતિક્રિયા અંગે અલગથી સત્તાવાર માહિતી ઉપલબ્ધ થાય તો તે પણ આ મુદ્દાની ચર્ચામાં મહત્વપૂર્ણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *