હરમનપ્રીતે મેડલ સેરેમનીમાં પણ પાકિસ્તાની કેપ્ટન સામે પીઠ ફેરવી

જાપાનના નિશીનમાં મંગળવારે એશિયન ગેમ્સની મેડલ સેરેમની દરમ્યાન ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરને અચાનક પાકિસ્તાની સુકાની ફાતિમા સનાની બાજુમાં ઊભા રહેવાનું આવ્યું ત્યારે હરમન તેને પીઠ…

જાપાનના નિશીનમાં મંગળવારે એશિયન ગેમ્સની મેડલ સેરેમની દરમ્યાન ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરને અચાનક પાકિસ્તાની સુકાની ફાતિમા સનાની બાજુમાં ઊભા રહેવાનું આવ્યું ત્યારે હરમન તેને પીઠ બતાવીને ઊભી રહી ગઈ હતી. ગયા વર્ષની પહલગામની ઘટના બાદ થયેલા યુદ્ધને પગલે ભારતીય ખેલાડીઓ હંમેશાં પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાનું ટાળીને તેમને શરમજનક સ્થિતિમાં મૂકે છે.

હરમન ટૂર્નામેન્ટની મેચોમાં ફાતિમા સાથે હાથ મિલાવવાનું ટાળે છે અને હવે તેની બાજુમાં ઊભવા છતાં દૂર રહીને તેને વધુ શરમજનક સ્થિતિમાં મૂકે છે. ભારતની ટીમ ટી-20 ટૂર્નામેન્ટનો ગોલ્ડ, શ્રીલંકા સિલ્વર અને પાકિસ્તાન બ્રોન્ઝ મેડલ જીતી છે. ભારતીય ટીમ 2022ની એશિયાડ પછી સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *