કાશી વિશ્વનાથ મેઈન રોડ પરનો હરિહર ચોક તરફના રસ્તે વાહનો માટે પ્રવેશબંધી સાથે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ
શહેરના હરીહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ અને રીટેઇનિંગ વોલ બનાવવાનું કામ શરૂૂ કરવમાં આવતા અહીંથી પસાર થતા વાહનોમાં ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાશી વિશ્વનાથ મેઈન રોડ પરનો હરીહર ચોક વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે અને બન્ને તરફ જતો રસ્તો વાહન વ્યવહારને આસપાસના રસ્તે ડાયવર્ઝન આપયુ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વોર્ડ નંબર-2 મા કાશી વિશ્વનાથ મેઈન રોડથી હરીહર ચોક તરફ જતા બંને તરફના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.
પ્રાપ્ત વિગત અનુસાર હરીહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ અને રીટેઇનિંગ વોલ બનાવવાનું કામ શરૂૂ થતાં, આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાશી વિશ્વનાથ મેઈનરોડ પરથી હરીહર ચોક જતો રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવનાર છે.
આ રસ્તો શહેરના મુખ્ય વિસ્તારોને જોડતો એક અગત્યનો માર્ગ છે. રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે. હવે તેમને વૈકલ્પિક રૂૂટનો ઉપયોગ કરવો પડશે. જેના કારણે ટ્રાફિકજામ સહિતની સમસ્યા થવાની શક્યતા છે. આ જાહેરનામું 18 સપ્ટેમ્બરથી અમલમાં જાહેર કરવામાં અવ્યુ છે. જોકે મહાનગરપાલિકાને પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંની કોપી મળ્યા બાદ તેનો અમલ શરૂૂ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં અંદાજીત 6 મહિના જેવો સમય લાગશે. જોકે આ રસ્તા ઉપર ટ્રાફિક પ્રમાણમાં ઓછો હોય છે. અને વૈકલ્પિક રસ્તાઓ પણ નજીકમાં હોવાથી ટ્રાફિકની ખાસ સમસ્યા રહેશે નહીં.
વાહનચાલકો નિયમ નહી પાળે તો કાર્યવાહી થશે ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબ વાહીની, ફાયર બ્રિગેડના વાહનો અને સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં આ નિયમો લાગુ પડશે નહીં. આ ઉપરાંત, જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વાહનચાલક મોટર વાહન અધિનિયમ-1988ની કલમ 183 અને 184 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. ત્યારે જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા પોલીસ કમિશ્નર દ્વારા જણાવાયું છે.
હરિહર ચોકમાં ડાયવર્ઝન કરેલ રસ્તાઓ અને વૈકલ્પિક રૂટ
1) લીમડા ચોક, પંચનાથ મંદિર રોડથી હરીહર ચોક થઈ ચૌધરી હાઈસ્કુલ તરફ જતા વાહનો: હરીહર ચોકથી હેડ પોસ્ટ ઓફિસ, જ્યુબેલી ગાર્ડન ચોક થઈ જવાહર રોડથી ચૌધરી હાઈસ્કુલ તરફ જઈ શકશે.
2) હરીહર ચોકથી સદર પોલીસ ચોક થઈ સદર વન-વે ફુલછાબ ચોક તરફ જતા વાહનો: તમામ વાહનો આ રૂૂટ પરથી જઈ શકશે.
3) ચૌધરી હાઈસ્કુલ ચોકથી લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરીહર ચોક તરફ જતા વાહનો: આર-વર્લ્ડ સિનેમા, ઈંઈઈંઈઈં બેંક (શારદા બાગ)થી ફુલછાબ ચોક અને ભીલવાસ ચોક થઈને વાહનો જઈ શકશે.
4) ચૌધરી હાઈસ્કુલ ચોકથી કાશીવિશ્વનાથ મેઈન રોડ થઈ લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરીહર ચોક તરફ જતા વાહનો: ભારત ફૂટ પાસે થઈ સદર બજાર વન-વે થી વાહનો જઈ શકશે.
