હાર્દિકની બેઝબોલના બેટથી કમાલ, 95 લાખની રકમ જીતી

ભારતીય ક્રિકેટ ટીમનો હાલનો સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા થોડા અઠવાડિયાઓથી ક્રિકેટના મેદાનથી દૂર છે, પણ તે કોઈને કોઈ વિષયમાં ચર્ચામાં તો રહેતો જ હોય છે.…

ભારતીય ક્રિકેટ ટીમનો હાલનો સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા થોડા અઠવાડિયાઓથી ક્રિકેટના મેદાનથી દૂર છે, પણ તે કોઈને કોઈ વિષયમાં ચર્ચામાં તો રહેતો જ હોય છે. આ વખતે તે ક્રિકેટના બેટને લીધે નહીં, બલ્કે બેઝબોલના બેટને કારણે ચર્ચામાં છે જેમાં તેણે બેઝબોલની એક ઇવેન્ટમાં કમાલ કરી દેખાડી છે.
હાર્દિકે ચેન્નઈમાં જાણીતા ક્ધટેન્ટ ક્રિએટર ‘મિસ્ટર બીસ્ટ’ સાથે બેઝબોલ ચેલેન્જમાં ભાગ લીધો હતો અને એક લાખ ડોલર (આશરે 95 લાખ રૂૂપિયા)ની ઇનામીરકમ જીતી લીધી હતી. ખાસ વાત એ છે કે હાર્દિકે આ બધી રકમ દાનમાં આપી દીધી હતી. આ રકમ જરૂૂરતમંદ શ્વાનના કલ્યાણ માટે તેમ જ ગરીબ બાળકોના લાભાર્થે ડોનેટ કરવામાં આવી હતી.

મિસ્ટર બીસ્ટ’ તરીકે જાણીતા યુટ્યૂબર જિમી ડોનાલ્ડસને પોતાના વીડિયો માટે અલગ-અલગ ક્ષેત્રની લોકપ્રિય હસ્તીઓને આ ઇવેન્ટમાં સામેલ કરી હતી. એમાં હાર્દિક ઉપરાંત મેન્ચેસ્ટર સિટી ક્લબના ફૂટબોલર અર્લિંગ હાલેન્ડ તેમ જ બાસ્કેટબોલ લેજન્ડ લેબ્રોન જેમ્સનો પણ સમાવેશ હતો. હાર્દિક આ પહેલાં ક્યારેય બેઝબોલ નહોતો રમ્યો. જોકે તે આ ઇવેન્ટ આસાનીથી જીત્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *