RTOના ટેક્નિકલ અધિકારીઓની હડતાળનો સુખદ અંત

આરટીઓના ટેકનીકલ અધિકારીઓ દ્વારા પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતા હડતાળ પર ઉતરી ગયા હતા. આજે માસ સીએલ પર જતા રાજયભરમાં કામગીરી ખોરવાઇ જતા અરજદારોને હાલાકી…

આરટીઓના ટેકનીકલ અધિકારીઓ દ્વારા પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતા હડતાળ પર ઉતરી ગયા હતા. આજે માસ સીએલ પર જતા રાજયભરમાં કામગીરી ખોરવાઇ જતા અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી. આજે વાહન વ્યવહાર કમિશનર કચેરી ખાતે મળેલી બેઠકમાં હકારાત્મક વલણ દાખવતા હડતાલનો અંત આવ્યો હતો અને બપોરે 12 વાગ્યાથી કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.

સોમવારે, નો લોગિન ડે ઝુંબેશને કારણે ટેકનિકલ અધિકારીઓ કામ પરથી ગેરહાજર રહ્યા હતા, જેના કારણે એપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારોને અસુવિધા થઈ હતી. આજે પણ બધા અધિકારીઓ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જોકે, સરકારે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વચન આપ્યા બાદ તમામ અધિકારીઓ કામ પર પાછા ફર્યા છે.

ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ થવાને કારણે, દોઢ દિવસમાં 400 થી વધુ અરજદારો આરટીઓ ઓફિસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શક્યા નહીં. અરજદારો બપોરે 12 વાગ્યા પછીની બધી એપોઇન્ટમેન્ટ પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.

રાજકોટના 25 સહિત રાજ્યભરના આરટીઓ નિરીક્ષકો અને સહાયક નિરીક્ષકોએ તેમની પડતર માંગણીઓ અંગે આંદોલન શરૂૂ કર્યું હતું, પરંતુ હવે સરકારના સકારાત્મક વલણને કારણે હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે.

જોકે, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને લાઇસન્સિંગ સહિતની સેવાઓ દોઢ દિવસ સુધી બંધ રહેતાં 1,000 થી વધુ અરજદારો આરટીઓ ઓફિસમાં અટવાઈ ગયા હતા. સરકારના વિરોધમાં કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને કામ ચાલુ રાખ્યું. ગઈકાલે, નો લોગિન ડે ઝુંબેશના ભાગ રૂૂપે ટેકનિકલ અધિકારીઓએ તેમનું કામ બંધ કરી દીધું હતું. જેના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ હતો અને આજે માસ સીએલના કારણે કામ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે હડતાળ પૂરી થઈ ગઈ છે અને ટેકનિકલ અધિકારીઓએ કામ શરૂૂ કરી દીધું છે, અને અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે.

રાજકોટ આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર એ. કે. ધાકિયાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ અધિકારીઓને પ્રોબેશન પૂર્ણ કરી તેઓને કાયમી કરવા આ ઉપરાંત પ્રમોશન આપવાની સાથે અલગ અલગ નનામી અરજીઓને આધારે જે અધિકારીઓ સામે તપાસ કરવામાં આવેલી છે તે તપાસ પૂર્ણ કરી તેઓને પરત લેવા સહિતના મુદ્દાઓ પર અમારું આંદોલન શરૂૂ થયું હતું જોકે આજે અમારા મોટર વ્હીકલ ટેકનિકલ અધિકારીઓના એસોસિએશન દ્વારા કમિશનર કચેરી ખાતે બેઠક થઈ હતી. જેમાં હકારાત્મક વલણ દાખવવામાં આવતા અમે આ હડતાલ સમેટી લઈએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *