ગેનીબેન ઠાકોર પણ દાવેદાર, અમિત ચાવડા પ્રમુખ બને તો જીજ્ઞેશ મેવાણી વિપક્ષી નેતા?
કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસનો કરૂૂણ રકાસ થયો છે. બન્ને બેઠકોની હારની જવાબદારી સ્વીકારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધુ છે. હવે ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ કોના શિરે મૂકાશે તે અંગે રાજકીય અટકળો તે જ બની છે. જોકે, પાટીદાર અથવા ઘઇઈ નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાશે તેવી શક્યતા છે.
મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે ખુદ હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે ત્યાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં હારના બહાને શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી વિદાય લીધી છે. એવુ જાણવા મળ્યું છે કે, શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંકના વિવાદે જ શક્તિસિંહ ગોહિલનો ભોગ લીધો છે. શહેર-જીલ્લા પ્રમુખોની પસંદગીમાં કાર્યકરોનો મત લેવાયો છતાંય અસંતોષનો ચરૂૂ ઉકળ્યો છે.
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નામ ચર્ચામાં છે.સૂત્રો અનુસાર અમિત ચાવડા હાઇકમાન્ડની પહેલી પસંદ છે. જો અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો વિધાનસભા વિપક્ષપદ ખાલી પડે તેમ છે. અમિત ચાવડાના સ્થાને યુવા અને આક્રમક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને વિધાનસબામાં વિપક્ષના નેતા બનાવાય તો નવાઇ નહીં.જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને શૈલેષ પરમારના સ્થાને ઉપનેતા પદ અપાશે.
આ સિવાય પૂજાવંશ, પરેશ ધાનાણી અને વિરજી ઠુમરના નામો પણ રેસમાં છે. હાઇકમાન્ડ હવે કોને ગુજરાત કોંગ્રેસની કમાન સોપે છે તેના પર કાર્યકરોની નજર મંડાઇ છે. અત્યારે તો પ્રદેશ પ્રભારીએ હાઇકમાન્ડ સાથે વાટાઘાટો શરૂૂ કરી છે.
શક્તિસિંહ ગોહિલે નવા પ્રદેશ પ્રમુખ બન્યા પછી કટ્ટર હરીફ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનું મહત્ત્વ ઓછું કરવા, હાઇકમાન્ડથી દૂર રાખવા જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર અને હિંમતસિંહનું મહત્ત્વ વધારી દીધું હતું.
શક્તિસિંહ ગોહિલે ગુજરાતના પ્રતિનિધિ તરીકે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને વર્કિંગ કમિટીમાં લેવડાવ્યા હતા. તે સમયે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા હાઇકમાન્ડથી નજીક ન સરકે તે માટે જે-તે વખતે રાષ્ટ્રીય મહામંત્રી વેણુગોપાલને આગ્રહ કરીને જગદીશ ઠાકોરને CWCમાં સમાવડાવ્યા હતા.
શક્તિસિંહને રાજીનામું પરત ખેંચવા હિંમતસિંહની અપીલ
પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલની પોસ્ટ વાયરલ થઈ છે જેમાં કહેવાયું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તવફસશિં તશક્ષવ લજ્ઞવશહ.શક્ષભ વિધાનસભા પેટા ચૂંટણીમાં પક્ષના પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. પેટા ચૂંટણીમાં હાર બાદ રાજીનામું આપવું એ ઘટના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે. આપના આ નિર્ણયથી ગુજરાત ભરના હજારો કાર્યકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા છે. અને તમામ કાર્યકર્તાઓ નિ:શબ્દ આઘાત અનુભવી રહ્યાં છે. આપના નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન ખૂબ જ મજબૂત બન્યું છે. નિષ્ઠા, કર્મઠતા અને પ્રમાણિકતાથી આપ ગુજરાતના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓના દિલમાં વસ્યા છો. કાર્યકર્તાઓ નું શોષણ અને ભેદભાવ એ આપને ક્યારેય ગમ્યું નથી અને તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓનું માન જાળવવામાં આપ તત્પર રહ્યા છો. આપના રાજીનામાથી ગુજરાતના હજારો કાર્યકર્તાઓ નિ:શબ્દ થઈ ગયા છે. અને તમામ કાર્યકર્તાઓને આઘાત અને લાગણી અનુભવી છે. આપે પક્ષ અને હજારો કાર્યકર્તાઓના હિતમાં પુન: વિચારણા કરીને ફરીથી જવાબદારી ઉપાડવી જોઈએ એવી અમારા સહિત ગુજરાત ના અનેક કાર્યકર્તાઓની લાગણી અને માગણી છે.
