હાલારનું હીર ઝળક્યું: ભક્તિ શાસ્ત્રીની અમેરિકન વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી

મુળ જામનગરની વતની અને હાલ અભ્યાસ માટે અમેરીકામાં રહેતી ભકિત શાસ્ત્રીની અમેરીકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. 29 વર્ષીય ભક્તિની નાનપણથી આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમવાની…

મુળ જામનગરની વતની અને હાલ અભ્યાસ માટે અમેરીકામાં રહેતી ભકિત શાસ્ત્રીની અમેરીકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે.

29 વર્ષીય ભક્તિની નાનપણથી આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમવાની મહત્વાકાંક્ષા હતી. જે અભ્યાસના કારણે થોડા સમય ક્રિકેટથી દુર રહેવાના કારણે વર્ષો બાદ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની ઈચ્છા પુર્ણ થશે.

યુએસએ ક્રિકેટે આર્જેન્ટિનામાં યોજાનારી આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે ટીમની જાહેરાત કરી છે. યુએસએ ક્રિકેટ 7 થી 18 માર્ચ દરમિયાન આર્જેન્ટિનામાં યોજાનારી આગામી આઈસીસી મહિલા ટી-2) વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે ટીમની જાહેર થઈ છે. આ ટુર્નામેન્ટમાં યુએસએ, કેનેડા, બ્રાઝિલ અને યજમાન આર્જેન્ટિના 2026 ની શરૂૂઆતમાં આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્લોબલ ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરવા માટે સ્પર્ધા કરશે. જેમાં મુળ જામનગરની વતની ભક્તિ શાસ્ત્રી 2024 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના સફળ પ્રદર્શન પછી તેમનો પ્રથમ રાષ્ટ્રીય ટીમ કોલ-અપ મેળવશે.

ભક્તિ શાસ્ત્રી ધોરણ 12 સુધીનો અભ્યાસ જામનગરની પાર્વતી દેવી સ્કૂલમાં કર્યો હતો. ભકિત્ના માતા પ્રીતિબેન અને પિતા ઓમ શાસ્ત્રી બંને શિક્ષક છે. તેમની ઈચ્છા હતી કે ભકતિ પણ તેની મોટી બહેન શિવાની ની જેમ ઉચ્ચ અભ્યાસ કરીને સારૂૂ કેરીયર બનાવે. ભકિતએ માતા-પિતાની ઈચ્છાને સન્માન કરીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કર્યુ. પરંતુ તેને શાળામાં નાનપણથી જુડો-કરાટે તેવી તાલિમ મળી હતી. રમત-ગમ્મત ક્ષેત્રે શોખ હોય તેથી ધૌરણ-10 બાદ જામનગરમાં મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે ક્રિકેટની તાલીમ મેળવી હતી. અને વેસ્ટ ઝોન સુધી ક્રિકેટમાં પોતાનુ સ્થાન મેળવ્યુ હતુ.

બાદ વાલીએ શિક્ષણ અંગે વિદેશ મોકલતા ક્રિકેટથી વર્ષો સુધી દુર રહેવુ પડયુ હતુ. સ્નાતક બાદ અમેરીકામાં સાયબર સિકયોરીટી વિષય પર પીએચડીનો અભ્યાસ કરે છે. સાથે જ અભ્યાસ બાદ તક મળતા અમેરીકાની ટીમમાં પોતાનુ સ્થાન મેળવીને દેશ અને ગુજરાતનુ ગૌરવ વધારતા વાલીએ ખુશી વ્યકત કરી હતી. ભક્તિ શાસ્ત્રી ધોરણ બોર્ડમાં ટોપ કર્યુ હતુ. બાદ વિજ્ઞાન અભ્યાસ કરીને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો. જેને ગીત ગાવાનો શોખ છે, જુડોમાં બ્રાઉન બેલ્ટ મેળવ્યો હતો. ટેકીંગ જેવી સાહસિક પ્રવૃતિમાં રસ ધરાવે છે. અને ક્રિકેટ પ્રત્યેનો અનહદ લગાવ, પ્રેકટીશ, તાલીમના કારણે ઓલરાઉન્ડર મહિલા ક્રિકેટર તરીકે ઓળખ મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *