ગુરુકુળને સાહિત્યક સેવાઓના માધ્યમથી જ્ઞાનતીર્થ સ્વરૂપે વિકસિત કરાશે : માધવપ્રિયદાસ

વેદગાનથી ગુંજતા દિવ્ય વાતાવરણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિશ્વકલ્યાણની ભાવનાથી અનેકવિધ સેવાકાર્યોથી ધમધમતા SGVPગુરુકુલ અમદાવાદમાં દિપાવલી નૂતન વર્ષનું પ્રથમ સાહિત્યકાર સ્નેહ સંમેલન યોજાયું. માધવપ્રિયદાસ સ્વામીના…

વેદગાનથી ગુંજતા દિવ્ય વાતાવરણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિશ્વકલ્યાણની ભાવનાથી અનેકવિધ સેવાકાર્યોથી ધમધમતા SGVPગુરુકુલ અમદાવાદમાં દિપાવલી નૂતન વર્ષનું પ્રથમ સાહિત્યકાર સ્નેહ સંમેલન યોજાયું. માધવપ્રિયદાસ સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સંમેલનમાં વરિષ્ઠ સાહિત્યકાર પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, લોકસાહિત્યકાર ડો. નિરંજનભાઈ રાજ્યગુરુ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરઝા વગેરે અનેક જાણીતા સાહિત્યકારો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.પવિત્ર કાર્તિક માસમાં ભક્તિપ્રકાશદાસ સ્વામીની પવિત્ર સ્મૃતિમાં દિવ્ય અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અનુષ્ઠાન પ્રસંગે અધ્યાત્મ પુરુષ અને આધુનિક યુગના ઋષિ ભાણદેવજી મહારાજના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા પ્રસંગે ઝેડ-કેડ પબ્લિકેશન દ્રારા ભાણદેવજી મહારાજના ચૌદ ગ્રંથો, લોકસાહિત્યકાર ડો. નિરંજનભાઈ રાજ્યગુરૂૂના ત્રણ ગ્રંથો અને ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટના એક ગ્રંથ મળી કુલ ઓગણીસ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશ્વકોશના સંચાલક, લોકપ્રિય કટાર લેખક પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ આધ્યાત્મિક ચેતનાને જાગૃત રાખવા ગુરુકુલની સવિશેષ આવશ્યકતા જણાવી હતી.

રાજ્ય સરકારના નિવૃત્ત મુખ્ય સચિવ અને સોમનાથ જ્યોર્તિલિંગ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં અંગ્રેજી ભાષાના આક્રમણ સામે ગુજરાતી ભાષાને ચેતનવંતી રાખવામાં સાહિત્યકારોના યોગદાનને મહત્વનું ગણાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો થતી કેળવણી અને પેઢીઓના ઘડતરની ઊંચાઈને બિરદાવી હતી.જાણિતા કથાકાર, વિદ્વાન લેખક અને પ્રખર વકતા ભાણદેવજીએ સાહિત્ય સર્જન કરવું એ ઉત્તમ સ્વાધ્યાય કાર્ય છે એમ જણાવી તેમણે ગુરૂૂ આજ્ઞાથી પચાસ વર્ષ પછી સાહિત્ય લેખનની શરૂૂઆત કરીને અત્યાર સુધીમા કુલ 269 જેટલા પુસ્તકો પ્રગટ થયા હોવાનું જણાવ્યું હતું.અધ્યાત્મ જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય કરી ભારતીય વૈદિક સંસ્કૃતિના પ્રચારાર્થે મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલા પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસએ સાહિત્યકાર સ્નેહ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, સાહિત્યક સેવાઓના માધ્યમથી અમારો ઉદ્દેશ ગુરૂૂકુલને જ્ઞાનતીર્થ સ્વરૂૂપે વિકસિત કરવાનો છે. આજે આટલી મોટી સંખ્યામાં સાહિત્યરસિકોની ઉપસ્થિતિ અમારા માટે આનંદથી ક્ષણો છે.


આ પ્રસંગે બાલકૃષ્ણપ્રિય દાસજી સ્વામી, ગુજરાત ગ્રંથાલય બોર્ડના નિયામક પંકજભાઈ ગોસ્વામી, ઝેડ- કેડ પબ્લિકેશનના સંચાલક મનીષભાઈ પટેલ, કવિ કૃષ્ણ દવે, હસિત મહેતા, ભગવાનદાસ પટેલ, લલિત ખંભાયતા, ચિત્રલેખાના તંત્રી કેતન ત્રિવેદી, પ્રતાપસિંહ ડાભી, નટવર પટેલ, હસમુખ પટેલ વગેરે સાહિત્યકારો, સારસ્વતઓ, જૠટઙના ટ્રસ્ટી વિપુલભાઈ ગજેરા, નિસર્ગ આહીર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સ્વામીએ આમંત્રિત મહેમાનો સહિતના તમામ કવિઓ, સાહિત્યકારોને સન્માનિત કરી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તથા સાહિત્યિક પુસ્તકોના પ્રકાશન કાર્યમા અત્યંત ટુંકા સમયમા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ઝેડ-કેડ પબ્લિકેશનના સંસ્થાપક મનીષભાઈ પટેલને બિરદાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *